શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|

પ્રધાનમંત્રીના નાણાકીય સંકટને ટાળવાના ઉપાયો

પ્રધાનમંત્રી ડો.મનમોહનસિંહે જી20ની શિખર બેઠકમાં વૈશ્વિક નાણાકીય સંકટના કારણે ભારતીય અર્થવ્યવસ્થા ઘટીને 7 થી સાડા સાત ટકા વચ્ચે રહેવાની શક્યતા છે. સાથે સાથે તેમણે આ સમસ્યાને હલ કરવાના ઉપાય પણ સૂચવ્યા હતાં.

વૈશ્વિક નાણાકીય સંકટના મામલે ડો. સિંહે કહ્યુ કે ભવિષ્યમાં આ પ્રકારના સંકટોથી બચવા માટે વૈશ્વિક નાણાકીય સંસ્થાઓમાં સુધાર લાવવો પડશે. તેમણે કહ્યુ કે આ સંકટને દૂર કરવાને પ્રાથમિકતા આપવામાં આવી જોઈએ.

ડો.સિંહે જણાવ્યુ હતું કે વિશ્વ બેંક, ક્ષેત્રીય વિકાસ બેંકો અને રાષ્ટ્રીય સરકારે યોજનાબદ્ધ વિકાસમાં યોગ્ય રાશીની મદદ પૂરી પાડવા આગળ રહેવું જોઈએ. અને તેના માટેના અવનવી યોજનાઓને સ્વીકારવી જોઈએ.

તેમણે વિશ્વ બેંક અને ક્ષેત્રીય વિકાસ બેંકોને સાર્વજનિક ખાનગી ક્ષેત્રમાં યોજનાબદ્ધ વિકાસમાં મદદ માટે પ્રત્યેક વર્ષે 50 અરબ ડોલરની સહાયતા કરવાની ટેક રાખવી જોઈએ.