શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

પ્રભાકરનના પુત્રની બેરહેમીથી હત્યાના ફુટેજ જાહેર થયા

P.R
શ્રીલંકામાં લિટ્ટે પ્રમુખ પ્રભાકરનના મોત બાદ તેના સગીર પુત્રની હત્યાના ફૂટેજ બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. ચેનલ-૪ પર ટૂંક સમયમાં પ્રસારિત થનારી એક ડોક્યુમેન્ટરીમાં દર્શાવાયું છે કે, સેનાએ કેટલી બેરહેમીથી પ્રભાકરનના દીકરાને ગોળીઓથી વીંધી નાખ્યો છે. આ ફૂટેજમાં દેખાતી તસવીરોમાં પ્રભાકરનના પુત્ર બાલચંદ્રનની છાતીમાં પાંચ ગોળી વાગવાથી શરીરમાં પાંચ છેદ દેખાઇ રહ્યા છે. તમિલનાડુની ડીએમકે પાર્ટીએ આ ફૂટેજ જોયા બાદ શ્રીલંકાની સેના પર ક્રાઇમના આરોપ લગાવ્યા છે.

શ્રીલંકન રાજદૂતે ફૂટેજને નકાર્યા...
માનવામાં આવી રહ્યું છેકે, ૧ર વર્ષના આ બાળકનું નામ બાલાચંદ્રન પ્રભાકરન છે અને તે લિટ્ટે પ્રમુખ વેલ્લુપિલ્લઇ પ્રભાકરનનો દીકરો છે. ડોક્યુમેન્ટરની બનાવનારા કેલ્લમ મેક્રેના જણાવ્યાનુસાર આ બાળકની ખૂબ જ બેરહેમીથી હત્યા કરી દેવાઇ છે. જો કે આ ડોક્યુમેન્ટ્રીમાં કરાયેલા દાવાઓનું લંડન સ્થિત શ્રીલંકન રાજદૂતે ખંડન કર્યું છે.

માથામાં ઉંડો ઘા થઇ ગયો હતો...
બીજી તરફ એક અખબારે દાવો કર્યો છે કે આ ફિલ્મમાં બિનઅધિકારીક ફૂટેજ પણ છે. ફૂટેજમાં બતાવ્યા મુજબ, ટીવી પર લાશને બતાવતાં સમયે બાલચંદ્રનના માથામાં ઉંડો ઘા થઇ ગયો હતો જેને કચરાથી છુપાવવાની કોશિશ કરાઇ છે.

આંતરરાષ્ટ્રીય સ્તર પર હલચલ તેજ...
આ ફૂટેજ સામે આવતાં જ આંતરરાષ્ટ્રીય સ્તર પર હલચલ તેજ થઇ ગઇ છે. સંયુક્ત રાષ્ટ્ર્ માનવ અધિકાર આયોગમાં એક અમેરિકી પ્રસ્તાવમાં શ્રીલંકામાં માનવ અધિકારોના ઉલ્લંઘનની તપાસ કરવાની માગણી કરવામાં આવી છે. બીજી તરફ જીનિવામાં થનારી યુએનએનઆરસીની બેઠકમાં તમિલનાડુના મુખ્ય રાજનૈતિક પક્ષ દ્રમુકે ભારત સરકારને શ્રીલંકાની વિરુદ્ધમાં મતદાન કરવાની અપીલ કરી છે.