શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

બુશ પર ચંપલ ફેંકનાર પત્રકારને કાલે મુક્તિ મળશે

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ ડબલ્યૂ બુશ પર ચંપલ ફેંકનાર ઈરાકી ટીવી પત્રકાર મુતજર અલ કૈદી હવે નક્કી કરેલ સમયના એક દિવસ પછી મંગળવાર એટલે કે આવતીકાલે મુક્ત કરવામાં આવશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે પત્રકારમાંથી સેલીબ્રિટી બનેલ જૈદીને આજે મુક્ત કરવાનો હતો. પોતાના ભાઈને આજે મુક્ત કરવામાં આવશે એ વિચારથી તેના ભાઈ દુરઘમના આંખમાં આસુ હતા.

વિદેશી શાસનાધ્યક્ષ પર હુમલો કરવા માટે 30 વર્ષીય પત્રકાર જૈદીને ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ અપીલ કર્યા પછી તેની સજાને ઓછામાં ઓછી એક વર્ષ કરી દેવામાં આવી હતી. તેના સારા આચરણને ધ્યાનમાં મુકી સજામાં કપાત કરવામાં આવી.