શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|

બ્રિટનમાં અલ કાયદાનાં આતંકીની ધરપકડ

બ્રિટનની એક કોર્ટે એક બ્રિટીશ નાગરિકને અલ કાયદાનો સદસ્ય તથા દેશમાં આતંકવાદી સંગઠન સંચાલન કરવા માટે દોષી જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસનાં જણાવ્યા મુજબ માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટે 33 વર્ષીય રંગઝેબ અહમદને દુનિયાનાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ઓસામા બિન લાદેનનાં સંગઠન અલ કાયદા સાથે સંબંધ રાખવાનો તેમજ અન્ય ત્રણ સાથીઓ સાથે મળીને કોઈ દેશમાં આતંકવાદી હુમલો કરવાનું કાવતરૂ ઘડવા માટે દોષી જણાયા છે. આ સાથે 29 વર્ષીય હબીબ અહમદની પણ અલ કાયદા સાથેનાં સંબંધો સાબિત થઈ ચુક્યાં છે.

પોલીસે કોર્ટનાં નિર્ણય જણાવ્યું હતું કે રંગઝેબ અહમદ ખુબ ખતરનાક આરોપી છે. તેનાં ઉચ્ચ આતંકવાદી સાથે સંબંધ સ્થાપિત થઈ ચુક્યા છે. તેમજ તે જે સંગઠન માટે કામ કરતાં તે સંગઠન સાથેની સાઠગાંઠ પણ કબુલી લીધી છે. આ બંનેને કોર્ટ દ્વારા સજાની સુનાવણી કરવામાં આવશે.