શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: લંડન , શુક્રવાર, 20 માર્ચ 2009 (17:21 IST)

બ્રિટની સ્પીયર્સને મળી ધમકી

પૉપ ગાયિકા બ્રિટની સ્પીયર્સને જાનથી મારી નાખવાની ધમકી મળ્યાં બાદ તે પોતાનો હાલનો પ્રવાસ રદ્દ કરવા વિશે વિચારી રહી છે.

મ્યૂઝીક ન્યૂઝ ડૉટ કૉમ અનુસાર આ માસે પોતાનો પ્રવાસ સર્કસ શરૂ કરી ચૂકેલી બ્રિટની એ વાતથી ચિંતિત છે કે કથિત ધમકી ભરેલા સંદેશ મળ્યાં બાદ તેના બાળકો ત્રણ વર્ષીય સીન પ્રેસ્ટન અને બે વર્ષીય જેડેન જેમ્સનાં જીવનને ખતરો છે.

વેબસાઇટનાં સુત્રોનાં જણાવ્યા મુજબ બ્રિટનીને અજ્ઞાત વ્યક્તિઓથી જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે અને તેને સૌથી વધારે ચિંતા પોતાના બાળકો સીન અને જેડેનના અપહરણના ષડયંત્રને લઈને છે. ત્યાર બાદથી તેને ખરાબ સપનાઓ આવે છે અને તે અડધી રાત્રે ઉઠીને પોતાના બાળકોની ચિંતામાં રોવે છે.

સૂત્રોનાં જણાવ્યા મુજબ તેણે પોતાના સિક્યોરિટી ચીફને આ અંગે માહિતગાર કર્યા છે. આ આશંકાથી તેને તાવ આવી ગયો છે અને તે ડર અનુભવી રહી છે. તાજેતરના પ્રદર્શનોમાં લાઈવ શો ન કરવાને લઈને થયેલી ટીકાઓથી તે ચિંતિત છે.