Last Modified: બેઈજિંગ , શુક્રવાર, 2 એપ્રિલ 2010 (11:07 IST)
ભારત સાથેના સંબંધો મુદ્દે ચીન સકારાત્મક
ભારત અને ચીન વચ્ચે રાજનીતિક સંબંધ સ્થાપિત થવાની 60 મી વર્ષગાઠ મનાવવામાં આવવાની વચ્ચે બેઈજિંગે ગુરૂવારે કહ્યું કે, બન્ને પક્ષોએ વ્યાપક સામરિક ભાગીદારીને વિકસિત કરવા પર ઘણું જ જોર આપ્યું છે તથા આશા વ્યક્ત કરી છે કે, આગામી સપ્તાહે વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાની ચીન યાત્રાથી તેને વધુ મજબૂતી મળશે.
ચીનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા કિન ગાંગે અહી મીડિયાથી વાતચીતમાં કહ્યું કે, બન્ને દેશોએ છેલ્લા છ દશકોમાં મહત્વપૂર્ણ પ્રગતિ છે તથા દ્વિપક્ષીય સંબંધોને ઘણી ગતિ પ્રદાન કરી છે.
તેમણે કહ્યું 'ચીન અને ભારત મહત્વપૂર્ણ મિત્ર પડોશી દેશ છે તથા બન્ને જ ઉભરતા વિકાસશીલ દેશ છે. સાથે જ તેમણે કહ્યું કે, બન્ને દેશોના પડોશી સંબંધો, લાભદાયક સહયોગ અને સયુક્ત વિકાસથી ન માત્ર બન્ને દેશોના હિત પૂર્ણ થઈ રહ્યાં છે પરંતુ તેનાથી પ્રમુખ વૈશ્વિક મુદ્દાથી લડવામાં મદદ મળી રહી છે અને વિશ્વની શાંતિ, સ્થિરતા અને વિકાસને યોગદાન મળી રહ્યું છે.