શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

માલ્યાએ ખરીદી ગાંધીજીની ચીજવસ્તુઓ

દેશનું ગૌરવ પાછું અપાવ્યુ

ભારતીય ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ગુરૂવારે ન્યુયોર્કમાં થયેલી હરાજીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની અમૂલ્ય ચીજવસ્તુઓને 18 લાખ ડોલર એટલે કે 9 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે. તે આ ચીજવસ્તુઓનું દેશવાસીઓને દાન કરશે.

ગાંધીજીનાં પ્રખ્યાત ચશ્મા, ખિસ્સાં ઘડિયાળ, ચપ્પલ, થાળી, વાટકી અને ગ્લાસને કેલિફોર્નિયાનાં સંગ્રહકર્તા જેમ્સ ઓટીસે હરાજી રોકવાનો પ્રયાસ કર્યો હતો.

યુબી ગ્રુપનાં માલિક માલ્યાનાં પ્રતિનિધ ટોની બેદીનાં જણાવ્યા મુજબ ભારત સરકારનાં વિરોધ છતાં એન્ટીકોરમ ઓક્શન હાઉસ દ્વારા આ ચીજવસ્તુઓની હરાજી શરૂ કરી હતી. જેને માલ્યાએ ખરીદી લીધી હતી. માલ્યાએ આ ચીજવસ્તુઓને પોતાનાં દેશને દાન કરશ, જ્યાં તે જનતાનાં દર્શનાર્થે રાખવામાં આવશે.

બેદીએ જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે આ ચીજવસ્તુઓ દેશમાં આવશે, ત્યારે દેશવાસીઓ ખુબ ખુશ થશે. હરાજી પહેલાં ઓટીસે જણાવ્યું હતું કે મારા પગલાંથી વિવાદ થાય તેમ હું ઈચ્છતો નથી. હુ પ્રાર્થના કરૂ છું કે આ કાર્યવાહીનું પરિણામ સકારાત્મક હોય.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મનમોહનસિંહે નિર્દેશ કર્યો હતો કે આ નિલામી રોકવામાં આવે અને ગાંધીજીની ચીજવસ્તુઓ દેશમાં પાછી આવે. આ ઉપરાંત ન્યુયોર્કનાં વ્યવસાયી સંતસિંહ ચટવાલ પણ હરાજીમાં સામેલ થયા હતા.