મૈક્સિકોના બાજા કૈલીફોર્નિયામાં આવેલા 7.2 તીવ્રતાની તેજ ભૂકંપના આંચકાથી લોસ એંજિલિસ અને સૈન ડિએગો પણ કંપી ઉઠ્યું છે. તેના આંચકા ફિનિક્સ અને લાસ વેગાસમાં પણ અનુભવામાં આવ્યાં છે. ભૂકંપથી કોઈ જાનહાનિ અથવા ઈમારતોને નુકસાન પહોંચ્યાના હાલ સમાચાર મળી શક્યાં નથી.
અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણે જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર ગુઆડાલ્પે વિક્ટોરિયાના 25 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં હતું. પહેલા ભૂકંપની તીવ્રતા 6.9 જણાવામાં આવી હતી, જેમાં તત્કાલ સંશોધન કરીને 7.2 કરી દેવામાં આવી. અમેરિકી ભૂગર્ભ એજેંસીએ જણાવ્યું કે, ભૂકંપ જમીનની નીચે 32 કિલોમીટરની ઉંડાઈ પર આવ્યો.