શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: વોશિગ્ટન , મંગળવાર, 21 ઑક્ટોબર 2008 (15:52 IST)

યુએસ ઈલેકશનઃ ઓબામા હોટ ફેવરીટ

અમેરિકી પ્રમુખપદની ચુંટણીને લઈને કરવામાં આવી રહેલા એક પછી એક સર્વેક્ષણમાં બરાક ઓબામા સતત લીડ મેળવી રહ્યાં છે. એક નવા સર્વેક્ષણમાં ડેમોક્રેટીક ઉમેદવાર ઓબામા તેમના હરીફ રીપબ્લીકન જ્હોન મૈક્કેનની સરખામણીમાં છ પોઈન્ટની લીડ મેળવી ચુક્યાં છે. આ સર્વે બે દિવસ પહેલાં જ કરવામાં આવ્યો હતો.

પ્રમુખપદની ચુંટણી માટે સંભવિત મતદારો વચ્ચે કરાવવામાં આવેલા આ સર્વેક્ષણમાં ઓબામાને 50 ટકા મત મળ્યા છે. જ્યારે તેમના હરીફને 44 ટકા મત મળ્યા છે. ટેલીફોન ઉપર કરાવવામાં આવેલા સર્વેક્ષણ ખોટા હોવાની સંભાવના માત્ર 2.9 ટકા છે.

જાણકારોનાં જણાવ્યા મુજબ ઓબામાએ પોતાનું નેટવર્ક મજબૂત કરી દીધું છે. તે યુવાનો, આફ્રિકી-અમેરિકી અને અન્ય લોકોમાં લોકપ્રિયતા ખૂબ જ વધી ગઈ છે. 4 નવેમ્બરનાં દિવસે યોજનારી ચુંટણીમાં બે મતદાતા જૂથ મહિલાઓ અને સ્વતંત્ર મતદારો મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.