શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મોસ્કો , ગુરુવાર, 31 ડિસેમ્બર 2009 (13:17 IST)

રશિયન મીડિયામાં મેદવેદેવ લોકપ્રિય હસ્તિ

રશિયન રાષ્ટ્રપતિ દમિત્રી મેદવેદેવે વર્ષ 2009 માં દેશના મીડિયા તરફથી તૈયાર કરવામાં આવેલી સૌથી લોકપ્રિય હસ્તિઓની યાદીમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સંવાદ સમિતિ ઈંટરફેક્સ તરફથી તૈયાર સમાચાર વિશ્વેલષણ પ્રણાલી અનુસાર આ વર્ષે મીડિયાએ શ્રી મેદવેદેવનો 1,22,871 વખત ઉલ્લેખ કર્યો, જ્યારે ગત વર્ષે આ આંકડો 1,00, 262 હતો.

મેદવેદેવે રશિયાના વડાપ્રધાન વ્હાલીમીર પુતિનને પાછળ છોડી દીધા છે જેમનો મોસ્કો અને ક્ષેત્રીય મીડિયાએ કુલ 93,182 વખત ઉલ્લેખ કર્યો જ્યારે વર્ષ 2008 માં આ આંકડો 94,906 હતો.

ગત 27 ડિસેમ્બરના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ માટે સૌથી વધુ વખત ઉલ્લેખ કરવામાં આવેલી હસ્તિઓમાં મેદવેદેવ અને પુતિને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.