શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

રશિયાની કોર્ટે ગીતા પર પ્રતિબંધ મુકવાની અરજી ફગાવી

P.R
રશિયાની કોર્ટે આજે ગીતા પર પ્રતિબંધ મુકવા માટે કરવામાં આવેલી અરજી ફગાવી દીધી છે. રશિયાના ઇસ્કોને જૂથે આ દાવો કરતાં જણાવ્યું છે કે, "રશિયાની એક કોર્ટે ગીતાના અનુવાદિત ગ્રંથ પર પ્રતિબંધ મુકવા માટે કરેલી અરજી ફગાવી દીધી છે." આ બાબતે ભારતના વિદેશ પ્રધાન એસ.એમ. ક્રિષ્ણાએ સહયોગ આપવાં બદલ રશિયન સરકારનો આભાર માન્યો છે. બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ અંગે ટ્વિટ કરીને સત્યનો વિજય થયો હોવાનુ કહ્યુ હતુ. મોદીએ કરેલી ટ્વિટમાં જણાવ્યુ હતુ કે રશિયન કોર્ટે ભગવદ ગીતા પરનો પ્રતિબંધ ફગાવી દીધો છે. સત્યમેવ જયતે, જયશ્રી ક્રૃષ્ણ.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર બુધવારે સાઇબેરિયાની કોર્ટે હિંદુઓના પવિત્ર ગ્રંથ ભગવદ્ ગીતા પર પ્રતિબંધ મુકવાની સ્ટેટ પ્રોસિક્યુટરે કરેલી અરજી ફગાવી દીધી હતી. ભારતે આ મુદ્દે રશિયાને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે તે બાબત ભારતીયો માટે ખુબ જ સંવેદનશીલ બાબત છે.

આ અગાઉ ભારતમાં રશિયાના ગીતા પર પ્રતિબંધ મુકવા માટે આવેવા અહેવાલ બાદ ભારે હંગામો મચી જવા પામ્યો હતો. રશિયાની કોર્ટમાં હિંદુઓના પ્રવિત્ર ગ્રંથ ગીતા પર પ્રતિબંધ મુકવા બદલ ભારતીય સંસદમાં પણ ભારે હોબાળો થયો હતો. બાદમાં વિદેશ મંત્રી એસ.એમ.કૃષ્ણાએ આ મુદ્દો રશિયાના હાઇ કમિશન સમક્ષ ઉઠાવ્યો હતો. ભારત ખાતે રહેલા રશિયાના રાજદૂતે પણે ગીતા પર પ્રતિબંધ મુકવાની ઘટનાને વખોડી કાઢી હતી. રશિયાના રાજદૂતે જણાવ્યું આ મુદ્દે ભારતને તમામ સહાય કરવાની ભારત સરકારને ખાત્રી આપી હતી.