1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ઈસ્લામાબાદ , શુક્રવાર, 2 એપ્રિલ 2010 (15:09 IST)

રાઈસ ,કરજઈથી પુછપરછ કરો : જરદારી

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ સંયુક્ત રાષ્ટ્રથી કહ્યું છે કે, બેનજીર ભુટ્ટોની હત્યા સંબંધી રિપોર્ટને ટાળી દેવામાં આવે કારણ કે, તે ઈચ્છે છે કે, તપાસકર્તા અમેરિકાની ભૂતપૂર્વ વિદેશમંત્રી કોંડાલીજા રાઈસ અને અફઘાન નેતા હામિદ કરજઈ સહિત ચાર હસ્તિઓથી પુછપરછ કરે. રાઈસને બેનજીરના જીવનને ખતરો હોવા વિષે અગાઉથી માહિતી હતી.

દરમિયાન સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે, ભૂતપૂર્વ વડાપ્રધાનની 2007 માં થયેલી હત્યાની તપાસ માટે રચવામાં આવેલી ત્રણ સભ્યોની સ્વતંત્ર આયોગના રિપોર્ટમાં હવે કોઈ અન્ય સૂચના શામિક કરવાની જરૂરિયાત નથી કારણ કે, તે પૂર્ણ થઈ ચૂકી છે.

સમિતિની અધ્યક્ષતા ચિલીના સંરા પ્રતિનિધિ હેરાલ્ડો મુનોજ કરી રહ્યાં છે. ઉપરોક્ત ચાર લોકોમાં રાઈસ અને કરજઈ ઉપરાંત સઉદી અરબના ખાનગી વિભાગના પ્રમુખ શહજાદા મકરીન (બિન અબ્દુલ અજીજ) અને યૂએઈના ખાનગી પ્રમુખ શામેલ છે.