શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: લંડન , શુક્રવાર, 29 ઑગસ્ટ 2008 (10:54 IST)

રૂસની સાથે યુધ્ધ નહીં- બ્રિટેન

જ્યોર્જિયાનાં મુદ્દે બ્રિટન અને રૂસ વચ્ચે વધી રહેલાં તનાવની વચ્ચે બ્રિટેને સ્પષ્ટ કર્યું છે કે તે રૂસની સાથે કોઈપણ પ્રકારનાં સંઘર્ષની શક્યતા જોતું નથી

બ્રિટનનાં વિદેશ મંત્રી ડેવિડ મિલીબેન્ડે જ્યોર્જિયા વિરૂધ્ધ રૂસી સૈનાની કાર્યવાહીની ટીકા કરતાં જણાવ્યું હતું કે રૂસની સાથે યુધ્ધ કરવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી.

નાટોનાં સિધ્ધાંતો મુજબ કોઈપણ દેશ પરનો હુમલો નાટોનાં વિરૂધ્ધ ગણાશે અને તે સ્થિતિમાં તેની વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તે અંગે મિલીબેન્ડે કહ્યું હતું કે નાટો આક્રમણકારી દેશોનું સંગઠન નથી.

તેમણે રૂસની કાર્યવાહીને ગંભીર ગણાવ્યું હતું. પણ તેના કારણે રૂસ અને બ્રિટન વચ્ચેનાં સંબંધોમાં કોઈ તિરાડ પડશે, તેવું તે માનતાં નથી. બ્રિટન એવું માને છે કે મધ્ય એશિયામાં શાંતિ અને સ્થાયિત્ત્વ જળવાઈ રહેવું જોઈએ.