શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: લંડન , શુક્રવાર, 23 જુલાઈ 2010 (13:56 IST)

વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર પાણી શોધ્યુ

N.D
વૈજ્ઞાનિકોએ જોયુ છે કે ચંદ્રની એક ખડક પર પાણી એક ભિન્ન પ્રકારના રાસાયણિકના રૂપમાં રહેલુ છે. આ શોધથી એક વિશ્વાસ પાક્કો થયો છે કે ચંદ્રમાની બહારી અને આંતરિક બંને બાજુ પાણી છે.

ભારતના ચંદ્રયાન-1 અને ઘણા બીજા ચંદ્ર મિશન પછી ગયા વર્ષે વૈજ્ઞાનિકોએ ચદ્ર પર પાણીની હાજરીની પુષ્ટિ કરી હતી.

ડેલી મેલના સમાચાર મુજબ હવે કેલીફોર્નિયા ઈસ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને ટેનેસી યૂનિવર્સીટીના ભૂગર્ભ વૈજ્ઞાનિકોએ પોતાની શોધ પછી કહ્યુ કે એક દિવસ માણસને માટે ચંદ્રમાંની સપાટી પર અંતરિક્ષ સ્ટેશનની સ્થાપના કરવી ખૂબ સરળ થઈ જશે.

વૈજ્ઞાનિકોની ટીમે ચંદ્રમાની સપાટી પર આવેલ એક ખડકનો અભ્યાસ કર્યો જે અરબો વર્ષો પહેલા લાવાના પ્રવાહથી બન્યો હતો અને તેના અંશ 1971માં એપોલો-14 મિશન હેઠળ ધરતી પર લાવવામાં આવ્યા હતા.