શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: હવાના , રવિવાર, 22 ફેબ્રુઆરી 2009 (16:41 IST)

શાવેઝ ક્યુબાની મુલાકાતે

ગયા રવિવારે યોજાયેલા ચુંટણીમાં જ્વલંત વિજય મેળવ્યા બાદ વેનેઝુએલાનાં રાષ્ટ્રપતિ હ્યુગો શાવેઝે અચાનક ક્યુબાની મુલાકાત પર જતાં રહ્યા હતા.

15 ફેબ્રુઆરીનાં રોજ યોજાયેલા ચુંટણી જીત્યા બાદ શાવેઝની પ્રથમ વિદેશ યાત્રા હતી. ક્યુબાનાં રાષ્ટ્રપતિ રાઉલ કાસ્ટ્રોએ શાવેઝની જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો.

શાવેઝે કહ્યું હતું કે હુ ફિડેલની જેમ કામ કરૂ છું. 10 વર્ષ પહેલાં સત્તા ઉપર આવેલાં શાવેઝ અને ફિડેલ વચ્ચે સારી મિત્રતા છે. વેનેઝુએલા ક્યુબાનો સૌથી મોટો વ્યાવસાયિક ભાગીદાર છે. તે પ્રતિદિન 92 હજાર બેરલ ક્રુડની આપૂર્તિ કરે છે.