શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: એટલાંટા , મંગળવાર, 25 ઑગસ્ટ 2009 (15:55 IST)

સ્વાઈન ફ્લૂની રસી નવેમ્બરમાં...

અમેરિકીઓને સ્વાઈન ફ્લૂથી બચવા માટેની રસીની રાહ નવેમ્બર સુધી જોવી પડશે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ આ માહિતી આપી છે.

ઓક્ટોબરના મધ્ય સુધી સ્વાઈન ફ્લૂની આશરે પાંચ કરોડ રસી ઉપલબ્ધ થવાની સંભાવના છે પરંતુ જે તેનો શરૂઆતી ખોરાક લઈ ચૂક્યાં છે તેમને આ પ્રક્રિયા પૂરી કરવામાં પાંચ અથવા વધુ સપ્તાહનો સમય લાગી શકે છે.

સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓનું માનવું છે કે, લોકોને ત્રણ સપ્તાહના ગાળામાં બે વખત તેને લેવી પડશે. પ્રતિરોધક ક્ષમતા વિકસિત થવામાં છ સપ્તાહ સુધીનો સમય લાગી શકે છે. અધિકારી એ વાતને લઈને અસમંજસમાં છે કે, તેને સારા સમાચાર માને કે પછી ખરાબ. એપ્રિલ માસમાં આ અગાઉ મામલાના પ્રકાશમાં આવ્યાં બાદથી સ્વાઈન ફ્લૂએ કુલ મળીને મોસમી ફ્લૂથી વધુ ખતરનાક માનવામાં આવ્યો નથી.

સરકારી વિશેષજ્ઞોનું માનવું છે કે, ટૂક સમયમાં જ તે સામાન્ય ફ્લૂનો એક પ્રકાર બની શકે છે અને કદાચ આ જોડામાં તે સ્વાઈન ફ્લૂ કૈલેડરમાં જોડાઈ જાય. નવી રસીના પ્રભાવો અને સુરક્ષાથી જોડાયેલા મુદ્દાઓની તપાસ આ માસમાં શરૂ થઈ ગઈ છે અને તેના પરિણામ આગામી માસ પહેલા આવવાની સંભાવના નથી.