શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 22 જાન્યુઆરી 2015 (12:33 IST)

હેલો દિલ્હી પોલીસ - 'એ ત્રણેય ઈગ્લિશમેન ઓબામાને મારી નાખશે'

એક યુવકે દિલ્હી-ગોવા પોલીસ અને ગુપ્ત એજ્ંસીઓની ઉંઘ ઉડાવી રાખી છે. 19 વર્ષીય યુવકે પોતાની પાસે છ મિનિટની રેકોર્ડિંગ થવાનો દાવો કરતા પોલીસને સૂચના આપી હતી કે ત્રણ આતંકી 26 જાન્યુઆરીને અમેરિકી-રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મારવાનુ ષડયંત્ર રચી રહ્યા છે. ગોવાના ડીઆઈજી વી રંગનાથને જણાવ્યુ કે બુધવારે સવારે 7 વાગ્યે નેશ સ્ટીવ કોટીન્હોએ દિલ્હી પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરવાની સૂચના આપી કે તેણે પોતાના સેટેલાઈટ ફોનથી ત્રણ આંતકીયોની વાતચીત રેકોર્ડ કરી છે. સાઉથ ગોવા કોલેજમાં ફસ્ટ ઈયરનો વિદ્યાર્થી નેશે દાવો કર્યો કે ત્રણ આતંકી ફોન પર પોતાના બોસ સાથે વાત કરી રહ્યા છે અને ગણતંત્ર દિવસ પર મોટો હુમલો કરવાની તાકમાં છે. 
 
ટીઓઆઈની રિપોર્ટ મુજબ તેણે કંટ્રોલ રૂમને ફોન કરીને જણાવ્યુ કે એક આતંકી લીલા રંગની વેનમાં સવાર હતો અને બે અન્ય મોટરસાઈકલ પર હતા. તે બધા હિંદિમાં વાત કરી રહ્યા હતા. તે કુનકોલિમથી 5 કિમી દૂર એક હોસ્પિટલની પાસે જોવામાં આવ્ય હતા. નેશે પોલીસને એ પણ જણાવ્યુ કે એ ત્રણેયના વ્યવ્હારથી તેને શક થયો અને તેણે પોતાનો ફોન તેમની ગાડી પાસે ધીરેથી ફેંકી દીધો જેમા તેમની બધી વાતો રેકોર્ડ થઈ ગઈ. 
 
બીજી બાજુ નેશનો ફોન આવતા જ દિલ્હી પોલીસ અને ગુપ્ત એજંસીઓ ઉપરાંત સેના અને એસપીજીના જવાન પણ એલર્ટ થઈ ગયા. તેમણે ગોવા પોલીસને ફોન કર્યો અને નેશને ટ્રેસ કરવા કહ્યુ. બપોરે 12.30 વાગ્યે નેશને કુનકોલિમ પોલેસ સ્ટેશન પર લાવવામાં આવ્યો. જ્યા અનેક મોટા અધિકારીઓએ તેની પૂછપરછ શરૂ કરી.  
 
 
ફોન પર રેકોર્ડ વાતચીતમાં આતંકી કહી રહ્યા છે.. 'અમે અમારી સાથે આરએસએસને ખતમ કરવાની ભેટ લઈને આવ્યા છે અને ડીએમ(ડિફેંસ મિનિસ્ટર)ને પણ મારી નાખીશુ. જે શનિવારે ગોવા આવી રહ્યા છે. આ ઉપરાંત એ ઈંગલિશમેન (ઓબામા)ને પણ ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન મારી નાખીશુ. તમે ટીવી જોશો જેથી જાણ થશે કે ત્યા શુ થાય છે.  ઈંટેલિજેસને પણ નથી જાણ કે અમે કેવી રીતે અને શુ કરી રહ્ય છીએ. 
 
સાંજે લગભગ 4.30 વાગ્યા સુધી પોલીસ નેશની પૂછપરછ કરતી રહી અને તે તેમને જુદા જુદા નિવેદન આપીને ગુંચવાતો રહ્યો. છેવટે તેણે પોલીસન સત્ય બતાવી દીધુ જે હેરાન કરનારુ હતુ. તેણે કહ્યુ કે તે લોકોનુ અને રક્ષા મંત્રીનુ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માંગતો હતો. તેથી તેણે આ ખોટુ ષડયંત્ર રચ્યુ. તેણે જણાવ્યુ કે ફોન રેકોર્ડિંગ તેણે પોતે કરી છે. બીજી બાજુ નેશ તરફથી રચવામાં આવેલ આ ષડયંરનો પર્દાફાશ થતા જ પોલીસે તેને આઈપીસીની ધારા 505.182. 66એ(આઈટી એક્ટ)અને 1&(1) (ગેરકાયદેસર કામ કરવા)ના હેઠળ કેસ નોંધીને ધરપકડ કરી લીધી છે. 

દિલ્હી પોલીસે સમગ્ર ભારતીય જનતાને વિનંતી કરી છે કે મહેરબાની કરીને આ પ્રકારની અફવા ન ફેલાવો કે ન તો આ પ્રકારની કોઈ મજાક કરશો. કારણ કે આવુ કરવાથી જ્યારે કોઈ સાચી હકીકત આપતુ હશે તો પણ તેને સીરીયસલી નહી લેવાય.. અને આતંકવાદીઓ પોતાનુ કામ કરી જશે... સમજદાર બનો દેશની રક્ષા પોલીસ જ નહી આપણા સૌના હાથમાં છે.