1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 20 જુલાઈ 2016 (15:37 IST)

ભાજપા નેતાએ કહ્યુ, માયાવતી વેશ્યાથી બદતર

ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ દયાશંકર સિંહે બહુજન સમાજ પાર્ટીને પ્રમુખ માયાવતીએ વિરુદ્ધ આપત્તિજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. 
 
મઉમાં એક સંવાદદાતા સંમેલન દરમિયાન દયાશંકર સિંહે એ પણ કહ્યુ કે માયાવતી જી એક વેશ્યાથી પણ બદતર ચરિત્રની થઈ ગઈ છે.  તેમણે માયાવતી પર આરોપ લગાવ્યો કે તે પૈસા માટે કોઈને પણ ટિકિટ આપી શકે છે અને કોઈની પણ ટિકિટ કાપી શકે છે.  દયાશંકર સિંહે કહ્યુ, "માયાવતી જી ટિકિટોનુ વેચાણ કરી રહી છે. માયાવતીજી કોઈને એક કરોડ રૂપિયામાં ટિકિટ આપે છે પણ એક કલાક પછી કોઈ બે કરોડ રૂપિયા આપવાનો મળે છે તો તે તેને ટિકિટ આપી દે છે. સાંજે કોઈ ત્રણ કરોડ આપનારો મળે છે તો તે ટિકિટ કાપીને તેને આપી દે છે. બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતીએ કહ્યુ છે કે બસપાની વધતી તાકતની બૌખલાહટ છે બીજુ કશુ નહી. 
 
યૂપી બીજેપીના અધ્યક્ષ કેશવ પ્રસાદ મોર્યએ કહ્યુ છે, "આ ખોટુ છે. હુ આ માટે માફી માંગુ છુ. આવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. મોર્યએ જણાવ્યુ, "અમે દયાશંકર સિંહે તેમને આ નિવેદન પર માફી માંગવાનું કહ્યુ છે. જો તેઓ માફી નહી માંગે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરશે."