શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

26/11ને લઈને પાક ગંભીર નથી - ભારત

N.D
ભારતને આશા છે કે પાકિસ્તાન પોતાના પરમાણુ હથિયારોની સુરક્ષા માટે મોટા પગલા લેશે. તેણે 26 નવેમ્બરના આરોપીઓ વિરુધ્ધ કાર્યવાહીમાં કોઈ કસર બાકી ન રાખવી જોઈએ.

વિદેશ સચિવ નિરુપમા રાવે અહી કહ્યુ કે અમને આશા કરીએ છીએ કે પાકિસ્તાન પોતાના પરમાણુ હથિયારોની સુરક્ષા વ્યવસ્થા ચારેબાજુએથી કરવા માટે કાર્યવાહી કરશે. પરંતુ મુંબઈમાં ગયા વર્ષે નવેમ્બરમા થયેલ આતંકવાદી હુમલાના દોષીઓ વિરુધ્ધ પગલા લેવા બાબતે એ ખૂબ જ ધીરે-ધીરે કામ કરી રહ્યુ છે. આ ચિંતાનો વિષય છે.

તેઓ પાકિસ્તાનના પંજાબ શહેરના કામરામાં વાયુ સેનાના અડ્ડા પર તાલિબાનના હુમલા પર પ્રતિક્રિયા વ્યક્ત કરી રહી હતી. એવુ માનવામાં આવે છે કે આ વિસ્તાર પાકિસ્તાનના પરમાણુ હથિયાર કાર્યક્રમ સાથે સંકળાયેલો છે.

કાબુલમાં ભારતીય દૂતાવાસની બહાર થયેલ બ્લાસ્ટ બાબતે વિદેશ સચિવે કહ્યુ કે પાકિસ્તાન તરફથી તપસમાં પૂરતો સહયોગ નથી મળી રહ્યો. જો કે અફગાનિસ્તાન સરકારે તપાસ શરૂ કરી દીધી છે અને અમે રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.