શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :લખનૌ. , ગુરુવાર, 13 ઑક્ટોબર 2016 (12:13 IST)

યૂપી. ચૂંટણી સર્વેમાં BJP આગળ, સત્તાધારી SP માટે ખરાબ સમાચાર

સર્જિકલ સ્ટ્રાઈકને લઈને રાજનીતિક ફાયદાનો આરોપ સરકાર પર લાગી રહ્યો છે. એવુ લાગી પણ રહ્યુ છે કે સર્જિકલ સ્ટ્રાઈકથી બીજેપીને લોટરી લાગવાની છે. સર્જિકલ સ્ટ્રાઈક પછી યૂપી ચૂંટણીનો પ્રથમ ઓપિનિયન પોલ સામે આવ્યો છે. જેના મુજબ ઉત્તર પ્રદેશમાં હાલ ચૂંટણી થઈ તો બીજેપી સૌથી મોટી પાર્ટી બનશે. 
 
ઈંડિયા ટુડેના એક્સિસ માઈ ઈંડિયા ઓપિનિયન પોલમાં બીજેપી પહેલા જ્યારે કે સમાજવાદી પાર્ટી ત્રીજા નંબર પર છે. 
 
જય શ્રીરામના નારાએ 14 વર્ષ પહેલા બીજેપીને યૂપીમાં સત્તા અપાવી હતી. હવે બીજેપી એકવાર ફરી યૂપીમાં પોતાના પગ પસારવાની તૈયારી કરી રહી છે. બીજેપીની આ કોશિશ રંગ લાવી રહી છે. 
 
બીજેપીને મળી શકે છે 170થી 183 સીટ 
 
ઈંડિયા ટુડે-એક્સિસ-માય ઈંડિયાના ઓપિનિયન પોલ મુજબ યૂપીમાં આજે ચૂંટણી થાય તો બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરશે. સર્વે મુજબ બીજેપીને યૂપીની કુલ 403 વિધાનસભા સીટોમાંથી 170 થી 183 સીટો મળી શકે છે. 
 
માયવતીની પાર્ટી બીજા નંબર પર 
 
માયાવતી આ પોલમાં બીજા નંબર પર છે. તેમની પાર્ટી બીએસસીને 115થી 124 સીટો મળવાનુ અનુમાન છે. સૌથી ખરાબ સમાચાર સત્તાધારી સમાજવાદી પાર્ટીની છે. જેને આ સર્વેમાં ફક્ત 94થી 103 સીટો મળતી દેખાય રહી છે. 
 
રાહુલને ખેડૂત યાત્રાનો ફાયદો નહી .. 
 
રાહુલની ખેડૂત યાત્રા કોંગ્રેસને વધુ ફાયદો આપતી દેખાય રહી નથી. કારણ કે સર્વે મુજબ કોંગ્રેસ હજુ પણ ચોથા નંબરની જ પાર્ટી છે જેને ફક્ત 8 થી 12 સીટો મળવાનુ અનુમાન છે. જ્યારે કે અન્યને 02થી 06 સીટો મળી શકે છે. 
 
વોટ ટકાવારીના હિસાબથી પણ બીજેપીને સૌથી વધુ 31 ટકા વોટ મળતો દેખાય રહ્યો છે. બીજી બાજુ બીએસપીને 28 ટકા, એસપીને 25 ટકા, કોંગ્રેસને 6 ટકા અને અન્યને 10 ટકા વોટ મળવાનુ અનુમાન છે. 
 
બીજેપીની પરિવર્તન યાત્રા આવતા મહિને.. 
 
આગામી મહિનામા બીજેપી અધ્યક્ષ અમિત શાહ યૂપીમાં બીજેપીની પરિવર્તન યાત્રાને લીલી ઝંડી બતાવશે. 4 શહેરોથી શરૂ થનારી યાત્રા લખનૌમાં ખતમ થશે. 
 
પ્રથમ યાત્રા 5 નવેમ્બર સહારનપુરથી 
 
બીજી યાત્રા 6 નવેમ્બર લલિતપુરથી 
 
ત્રીજી યાત્રા 8 નવેમ્બર બલિયાથી 
 
અને ચોથી યાત્રા 9 નવેમ્બરના રોજ સોનભદ્રથી લખનૌ પહોંચશે. 
 
છઠ પૂજાને ધ્યાનમાં રાખીને પૂર્વાચલમાં શરૂ થઈ રહેલ ત્રીજી યાત્રાની તારીખ છઠ પૂજા પછી રાખવામાં આવી છે. ચારેય યાત્રા લગભગ 50 દિવસ સુધી યૂપીના દરેક જીલ્લામાંથી પસાર થશે. તેમા રથ, બસ, જીપ, ટ્રક બધા પ્રકારના વાહનનો ઉપયોગ થશે. યોજના દરેક બ્લોકથી થઈને યાત્રા પસાર કરવાની છે. 
 
યાત્રામાં થશે કેન્દ્રની યોજનાનો પ્રચાર 
 
આ યાત્રામાં કેન્દ્ર સરકારની યોજનાઓનો પ્રચાર કરવામાં આવશે. પરિવર્તન યાત્રાની જવાબદારી અસમની જીતના સૂત્રધાર રહેલ મહેન્દ્ર સિંહને આપવામાં આવી છે.  યાત્રાની શરૂઆત શહેરના સૌથી મોટા મંદિર કે શ્રદ્ધાના કેન્દ્ર પર પૂજા અર્ચના સાથે થશે. 
 
403 વિધાનસભા ક્ષેત્રોમાં ફરશે યાત્રા 
 
યાત્રા દરમિયાન પ્રદેશ નેતૃત્વનો એક નેતા જીલ્લાના સાંસદ અને ધારાસભ્ય અને કેન્દ્રીય નેતૃત્વથી મોટા નેતા રોજ સામેલ થશે. આ રીતે ચાર કેન્દ્રીય નેતા દરરોજ ઉત્તર પ્રદેશમાં રહેશે અને યાત્રા બધા 403 વિધાનસભા ક્ષેત્રોમાં ફરશે. 
 
ચૂંટણી રણનીતિને એ રીતે તૈયાર કરવામાં આવી છે કે દરેક મતદાતા વર્ગથી પાર્ટીના કાર્યકર્તા ચૂંટણી પહેલા સંપર્ક કરી લો. આ દરમિયાન યુવા સંમેલન અને મહિલા સંમેલન કરવામાં આવશે. બીજેપીનુ ઉત્તર પ્રદેશમાં લક્ષ્ય 265 પ્લસનુ છે.