શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 9 ઑક્ટોબર 2015 (15:35 IST)

મંદિરમાં ગાઈ શકે છે, મુંબઈમાં કેમ નહી ?

કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે શિવસેનાની આપત્તિ પર પાકિસ્તાની ગઝલ ગાયક ગુલામ અલીનો કાર્યક્રમ રદ્દ કરવાની આલોચના કરી છે.  તેમણે સવાલ કર્યો, 'ગુલામ અલી જ્યારે બનારસના સંકટ મોચન મંદિરમાં ગાઈ શકે છે તો મુંબઈમાં કેમ નહી?" 
 
શિવસેનાએ મુંબઈમાં આ શુક્રવારે ઉસ્તાદ ગુલામ અલીના પ્રસ્તાવિત સંગીત કાર્યક્રમને રોકવાની ધમકી આપી હતી. શિવસેનાની એકાઈ ચિત્રપટ સેનાના મહાસચિવ અક્ષય બર્દાપુરકરે જણાવ્યુ કે શિવસેનાના વિરોધ પછી આયોજકોએ શિવસેના પ્રમુખ ઉદ્દ્વ ઠાકરે સાથે બુધવારે સાંજે મુલાકાત કરી.  
 
લગભગ બે કલાક સુધી ચાલેલી બેઠક પછી આયોજકોએ કાર્યક્રમ રદ્દ થવાની જાહેરાત કરી દીધી. દિગ્વિજયે ટ્વીટ કરીને કહ્યુ, "શિવસેના ભારતીય તાલિબાન બનવા માંગે છે." 
 
તેમણે કહ્યુ, "શુ શિવસેના આપણા ધર્મની બનારસના બ્રાહ્મણોથી મોટી પહેરેદાર છે ? તે અને ભાજપા/સંઘ રાજનીતિ માટે ધર્મનો ઉપયોગ કરી રહી છે." 
 
નારાજ નહી દુ:ખી છુ-ગુલામ અલી 
 
બીજી બાજુ પાકિસ્તાની ગઝલ ગાયક ગુલામ અલીએ કહ્યુ છે કે શિવસેનાની ધમકી પછી મુંબઈમાં કાર્યક્રમ રદ્દ હોવાથી ત્યા નારાજ નથી પણ દુખી જરૂર છે. 
 
ગુલામ અલીએ સમાચાર ચેનલોને કહ્યુ, "હુ નારાજ નથી પણ ખૂબ જ દુખી છુ. મને ભારતમાં કાયમ પ્રેમ મળ્યો છે." 
તેમણે કહ્યુ, "આ કાર્યક્રમ ગઝલ ગાયક જગજીત સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજીત કરવામાં આવ્યુ હતુ. જે મારે માટે ભાઈની જેવા હતા." 
 
ગુલામ અલીએ કહ્યુ, "આ પ્રકારના વિવાદ સંગીત સુરોને ખરાબ કરે છે."   આ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુલામ અલીની પુર્ણ સુરક્ષા આપવાનુ આશ્વાસન આપ્યુ હતુ.
 
તેમણે કહ્યુ હતુ કે ભારતના કલાકાર પણ પાકિસ્તાન જઈને કાર્યક્રમ કરે છે. તેથી કલા અને રાજનીતિને ન જોડવા જોઈએ.  તેમણે આશ્વાસન છતા આયોજકોના કાર્યક્રમને રદ્દ કરી દીધો.