શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 8 જાન્યુઆરી 2015 (12:52 IST)

લવ જેહાદ - વિશ્વ હિન્દુ પરિષદે કરીનાને બનાવ્યુ હથિયાર

ભગવા પરિવારના વિવાદિત મુદ્દા પર નકેલ કસવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રયત્ન સફળ નથી થઈ રહ્યો. ઉત્તર પ્રદેશમાં સાંસદ યોગી આદિત્યનાથનુ લવ જેહાદ વિરુદ્ધ અભિયાન રોકાવવાનુ નામ નથી લઈ રહ્યો. હવે વિહિપે હિમાચલ પ્રદેશમાં અભિયાનને હવા આપવાનો પ્રયત્ન શરૂ કર્યો છે.  
 
લવ જેહાદ વિરુદ્ધ અભિયાનને ધાર આપવ માટે વિહિપે અભિનેત્રી કરીના કપૂરને પોતાનુ હથિયાર બનાવ્યુ છે. હિમાચલ પ્રદેશ વિહિપના મુખપત્ર હિમાલય ધ્વનિના સંપાદકીયમાં લવ જેહાદ અને ધર્માતરણથી રાષ્ટ્રાંતરણને મુદ્દો બનાવ્યો છે. 
 
લવ જેહાદ વિરુદ્ધ અભિયાનને નવેસરથી ધાર આપવાના પ્રયાસમાં મુખપત્ર કવર પેજ પર અડધા બુરખામાં કરીનાની તસ્વીર છાપવામાં આવી છે. આ મુખપત્રનુ વિમોચન ગુરૂવારે 8 જાન્યુઆરીના રોજ થવાનુ છે. પણ વિમોચન પહેલા જ કવર પેજ પર કરીનાની તસ્વીરથી વિહિપનુ આ મુખપત્ર વિવાદિત બની ગયુ છે. 
 
મુખપત્રના સંપાદકીયમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર પણ નિશાન સાધવામાં આવ્યુ છે. વિહિપનુ કહેવુ છે કે પંદર વર્ષ પહેલા હિમાચલમાં મતાંતરણ વિરુદ્ધ કાયદો બનાવવામાં કોંગ્રેસ અધ્યક્ષે પોતાના સહયોગી ઓસ્કર ફર્નાડીસ દ્વારા રોડા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. 
 
મુખપત્રના કવર પર અભિનેત્રી કરીના કપૂરની તસ્વીર છપાયા જવાના સવાલ પર પત્રિકાની સંપાદક અને વિહિપની મહિલા વિંગ. દુર્ગા વાહિનીની ક્ષેત્રીય સંયોજિકા રજની ઠુકરાલથી વાતચીતમાં કહ્યુ કે કરીના પબ્લિકનો ચહેરો છે. તેથી તેની તસ્વીર છપાયેલી છે. 
 
ઠુકરાલનુ કહેવુ છે કે જાણીતા ચેહરાને પોતાના આચરણનુ ધ્યાન રાખવુ જોઈએ.  કારણ કે જનતા તેના આચરણોનુ અનુસરણ કરે છે. યુવા કરીના જેવા ચેહરા પાછળ આકર્ષિત થાય છે. તેમના જેવા બનવાનો પ્રયાસ કરે છે. આમ તો લગ્ન સમયે કરીનાએ સાર્વજનિક રૂપે કહ્યુ હતુ કે તેઓ મુસ્લિમ ધર્મ કબુલ નહી કરે. 
 
પોતાના ઉપનામ કપુર નહી છોડે પણ તેની સાથે જ ખાનનો ઉપયોગ કરશે. પણ અનેક વાર તેમણે મુસ્લિમ રીત-રિવાજ અપનાવતા જોવામાં આવ્યા છે. ઠુકરાલે કહ્યુ કે કરીના ડબલ જીંદગી જીવી રહી છે. જો તેમને પ્રેમ કર્યો છે તો તે પુર્ણ રીતે મુસ્લિમ ધર્મ અપનાવી લે. તેના આ બેવડા આચરણથી યુવાઓ પર ખોટી અસર પડી રહી છે. તે પ્રેરિત થઈ રહ્યા છે તેમના માર્ગ પર ચાલવા માટે. હિમાચલની અનેક બહેનોએ આવીને અમને આ વાતની ફરિયાદ કરી છે. 
 
હિમાચલ પ્રદેશમાં મતાંતરણ અને વધતા લવ જેહાદના મામલો પર વિહિપ નેત્રીનુ કહેવુ છે કે લવ જેહાદનો મુદ્દો બેશક હાલ સામે આવ્યો છે. પણ આ છેલ્લા દસ પંદર વર્ષથી સતત ચાલી રહ્યો છે. હિમાચલમાં વીતેલા બે-ત્રણ વર્ષમાં 300-400 યુવતીઓના લાપતા થવાના મામલા સામે આવ્યા છે. પ્રદેશના મુખ્યમંત્રીને પણ આ મામલાની ફરિયાદ કરવામાં આવી છે. સીધા વિહિપની પાસે જ આવી 16 ફરિયાદો સામે આવી છે. જેમા માત્ર બે યુવતીઓ પરત લાવી શકાઈ છે. 
 
પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી વીરભદ્ર સિંહે આલાકમાનના દબાણને નકારતા રાજ્યમાં મતાંતરણ વિરુદ્ધ કાયદો બનાવ્યો. આ પગલા માટે ભગવા પરિવારે વીરભદ્રના વખાણ પણ કર્યા છે. હિમાચલમાં મતાંતરણની હાલત પર ચિંતા વ્યક્ત કરતા વિહિપને કહ્યુ છે કે છેવટે શુ પરિસ્થિતિયો રહી હશે કે 15 વર્ષ પહેલા એક કોંગ્રેસી મુખ્યમંત્રીએ પોતાની જ પાર્ટીના હાઈકમાનનો વિરોધ સહીને મતાંતરણને રોકવા માટે કાયદો બનાવવો પડ્યો.