શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 12 માર્ચ 2015 (10:58 IST)

મારી સાથે ફોટો પડાવો નહી તો શૂટિંગ બંધ - સલમાનને કલેક્ટરનો આદેશ

જીલ્લા કલેક્ટર સાથે ફોટો ખેંચવાની ના પાડવી સલમાન ખાનને મોંઘી પડી ગઈ. ફોટો ખેચવાની ના પાડતા રાજસ્થાનના જીલ્લા કલેક્ટરે તેમનુ શૂટિંગ બંધ કરાવી દીધુ. 
 
શૂટિંગ બંધ થતુ જોઈ સલમાન ખાનને જીલ્લા કલેક્ટરની વાત માનવી પડી અને અડધો કલાક સુધી સલમાનને ડીએમના સમગ્ર પરિવાર સાથે ફોટો પડાવવો પડ્યો. 
 
સમાચાર મુજબ રાજસ્થાનના કુંભાલગઢ કિલ્લા પર અનુપમ ખેર, સલમાન ખાન અને સોનમ કપૂરની અભિનીત ફિલ્મ "પ્રેમ રતન ધન પાયો' નું શૂટિંગ ચાલી રહ્યુ છે શૂટિંગ ચાલતુ જોઈ ત્યાના સ્થાનીય જીલ્લા કલેક્ટર કેસી વર્મા પોતાની ફેમિલી સાથે આવી પહોંચ્યા. વર્માએ ત્યા પહોંચીને સલમાન ખાન સાથે ફોટો ખેંચવાની ઈચ્છા બતાવી. પણ સલમાન ખાને તેમની સાથે ફોટો પડાવવામાં કોઈ રસ નહોતો બતાવી રહ્યા. 
 
સલમાનની વાતથી પરેશાન થઈને ડીએમ વર્માએ તરત શૂટિંગ બંધ કરવાનો આદેશ આપ્યો. ફિલ્મનું શૂટિંગ બંધ થતુ જોઈ સલમાન ખાન ડીએમ સાથે ફોટો પડાવવા તૈયાર થઈ ગયા. ત્યારબાદ સલમાનને અડધો કલાક સુધી ડીએમના સમગ્ર પરિવાર સાથે ફોટા પડાવવા પડ્યા.