શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ઓડિશા , શુક્રવાર, 10 ઑક્ટોબર 2014 (11:25 IST)

વિશાખાપટ્ટનમ તરફ વધી રહ્યુ છે 'હુડહૂડ' ચક્રવાત, વાવાઝોડું અને ભારે વરસાદની ચેતાવણી

એક વર્ષ પહેલા પેલિન વાવાઝોડાએ આંધ્ર અને ઓડિશામાં તબાહી મચાવી હતી. હવે ખતરનાક ચક્રવાતી તોફાન હુડહુડ રવિવારે આંધ્રપ્રદેશ અને ઓડિશાના તટ પર આવી રહ્યુ છે. રાજ્ય સરકારના અધિકારીઓએ જણાવ્યુ કે હુડહુડ તોફાનને પગલે રાજ્ય સરકારે જરૂરી તૈયારીઓ કરી લીધી છે. 
 
હુડહૂડ તોફાનને કારણે ઓડિશાનાં મુખ્યમંત્રી નવીન પટનાયકે ગુરૂવારે રક્ષા મંત્રી અરુણ જેટલીને પત્ર લખ્યો છે. જેમા વાયુ સેનાને મદદ માટે તૈયાર રહેવા સંદર્ભે નિર્દેશ કરવાનો અનુરોધ કરાયો છે. 
 
ભારતીય હવામાન વિભાગ મુજબ ઉત્તરી અંડમાન સમુદ્ર અને નિકટતમ વિસ્તારોમાં તીવ્ર દબાણે હુડહૂડ ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરી લીધુ છે. આ તોફાન બુધવારે ઉત્તરી અંડમાન સમુદ્ર અને તેની પાસે બંગાળની ખાડી સુધી પહોંચ્યુ છે. આગામી 36 કલાકમાં આ ચક્રવાત ખતરનાક રૂપ ધારણ કરી શકે છે. 
 
સમુદ્રમાં પહેલાથી હાજર લોકોને તત્કાળ પરત ફરવાનું જણાવી દેવામાં આવ્યુ છે. ચક્રવાતના ડરથી રાજ્યમાં શાકભાજીના ભાવ સોમવારથી જ 40 ટકા વધી ગયા છે જ્યારે દુકાનોમાં જરૂરી સામાનનો સ્ટોક પુરો થઈ ગયો છે.