શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , ગુરુવાર, 24 નવેમ્બર 2016 (17:06 IST)

90% લોકો આજે પણ એટીએમ અને બેંકોની બહાર લાઈનમાં ઉભા છે - માયાવતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોટબંધી પર સંસદમાં વિપક્ષના આરોપોનો જવાબ આપી શકે છે. આજે રાજ્યસભામાં પીએમ મોદી હાજર રહેશે. સંસદના શીતકાલીન સત્રમાં નોટબંધીના મુદ્દા પર રાજ્યસભા અને લોકસભામાં સતત હંગામો થઈ રહ્યો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વિપક્ષી દળોએ આ મુદ્દા પર પીએમ મોદીના નિવેદનની માંગ કરી છે. બીજી બાજુ સંસદમાં ચાલી રહેલ ગતિરોધ તોડવા માટે સંસદીય કાર્ય મંત્રી અનંત કુમાર વિપક્ષી દળોના નેતાઓ સાથે મુલાકાત કરશે. 
 
નોટબંધી પર ગુરૂવારે પણ સંસદમાં હંગામો થયો. આજે પણ સંસદના બંને સદનોમાં આ કારને પ્રશ્નકાળ ન ચાલ્યો. એકજુટ વિપક્ષ હવે સંસદ સાથે જ રસ્તા પર પણ ઉતરી આવ્યા છે. જાણો સંસદ સાથે જોડાયેલ દરેક સમાચાર... 



- માયાવતી -બીએસપી સાંસદ..તમારા નોટબંધીના નિર્ણયનુ અમારી પાર્ટી સમર્થન કરે છે પણ તમારી વ્યવસ્થા ઠીક નથી. ગઈકાલે જે સર્વે આવ્યો તે ખોટો છે. 90% લોકો આજે પણ એટીએમ અને બેંકોની બહાર લાઈનમાં ઉભા છે. 
 
- ડેરેક ઓ'બ્રાયન ટીએમસી સાંસદ - નોટબંધીથી બધાને તકલીફ થઈ છે. આ નિર્ણયના 2 કલક પછી જ મમતાજીએ આનો વિરોધ કર્યો હતો. સમાજમાં દરેક જાતિના લોકોમાં આને લઈને ગુસ્સો છે. સમગ્ર વિપક્ષ એક છે.  500 રૂપિયાની જૂની નોટ નવી 500 રૂપિયાની નોટ સાથે જ ચલાવવી જોઈતી હતી.  પીએમે એક વોટિંગ કરાવી અને કહ્યુ કે 92 ટકા લોકો ખુશ છે.   હુ જાણવા માંગુ છુ કે આ 92 ટકા લોકો છે ક્યા ? પીએમ આ ચર્ચાનો જવાબ આપશે. અમે અમારી લડાઈ ચાલુ રાખીશુ.  તમે મમતા બેનર્જીને આ માટે જેલમાં નાખી શકો છો. 


*સપા સાંસદ નરેશ અગ્રવાલે કહ્યુ 
 
- ઉદ્યોગપતિ નાના નેતા લાઈનમાં નથી 
- વિદેશના કાળાનાણાનું શુ થયુ 
- નોટબંધીનો નિર્ણય યૂપી ચૂટણી માટે 
- નોટબંધી લાગૂ કરવાથી અવ્યવસ્થા 
- આ સંગઠિત રૂપે ખુલ્લી લૂટ 
- પ્રશંસા સૌને ગમે છે પણ ક્યારેક પ્રશંસા ચાટુકારિતામાં બદલાય જાય છે. 
- મે પણ એ નારો સાંભળ્યો છે ઈંદિરા ઈઝ ઈંડિયા, ઈંડિયા ઈઝ ઈન્દિરા.  
- આપણે આના પર વિચાર કરવો જોઈએ. 
- સપા આ નિર્ણયના વિરોધમાં છે. 
- ગુલામ નબીજી કહી રહ્યા હતા કે તો આ નિર્ણયની સાથે છે. પણ સપા આની સાથે નથી. 
- જેમને પાસે કાળા નાણા છે ..કોણ લાઈનમાં લાગ્યુ છે ? કોણ નેતા લાઈનમાં લાગ્યો છે ? 
- કોણ આતંકવાદીઓને સંરક્ષણ આપનારો લાઈનમાં લાગ્યો છે? લાઈનમાં તો ગરીબ લાગ્યો છે 
- નરેશ અગ્રવાલે વક્તવ્ય દરમિયાન કહ્યુ કે મોદીજી લાગે છે કે તમે તમારા નિર્ણય વિશે સાચે જ નાણામંત્રીને પણ ન બતાવ્યુ. જો તમે બતાવ્યુ હોત તો જેટલીજી અમને પણ કાનમાં બતાવી તો દેતા જ... 
આ સાંભળીને સદનમાં હાસ્ય ગૂંજી ઉઠ્યુ.  સભાપતિની જવાબદારી સાચવી રહેલ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી પણ પોતાનુ હાસ્ય રોકી ન શક્યા. 
 
*  ગુલામ નબી આઝાદ નેતા - વિપક્ષ 
 
- તેઓ ફક્ત બીજેપીના જ નહી અમારા આખા દેશના પીએમ છે. 
- અમારી લોકોની તકલીફોના વિરુદ્ધ છે.  તમારી તૈયારી હતી જ નહી 
- ખેડૂતથી લઈને મજૂર, મહિલાઓનું દુખ બતાવવાનો હક છે કે નહી. 
- જો પીએમ ફક્ત પ્રશ્નકાળના માટે આવ્યા છે. કે પછી પીએમ અહી બધાને સાંભળશે. ચર્ચાને સાંભળશે. 
 
 
 
 

* પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે રાજ્યસભામાં કહ્યુ 
 
- દરેક દિવસે નિયમ બનાવવો યોગ્ય નથી 
- નોટબંધીથી વિકાસ દર 2 ટકા સુધી ગબડી શકે છે. 
- નોટબંધી લાગૂ કરવામાં પીએમઓ નિષ્ફ્ળ રહ્યા હ્હે. 
- નોટબંધીની ખેતી પર અસર પડે છે. 
- ગરીબો માટે 50 દિવસ પણ પીડાદાયક 
- કરેંસી સિસ્ટમમાં લોકોનો વિશ્વાસ ઘટ્યો છે. 
- નાના ઉદ્યોગો અને ખેડૂતોને નુકશાન થયુ છે. 
- લોકો પોતાના પૈસા પણ કાઢી શકતા નથી 
- નોટબંધીથી 60થી 65 લોકોના મોત થઈ ચુક્યા છે. 
- નોટબંધી લાગૂ કરવામાં વ્યવસ્થા સારી નથી રહી 
- સામાન્ય લોકોને નોટબંધીથી તકલીફ થઈ 
- મનમોહનસિંહે નોટબંધી લાગૂ કરવાની રીત પર સવાલ ઉઠાવ્યો 
- અમે નોટબંધીના વિરોધી નથી.