શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 21 ડિસેમ્બર 2015 (12:01 IST)

આરએસએસનો ડાયરો વધ્યો.. હવે 39 દેશોમાં RSSની શાખાઓ

આરએસએસને બીજા દેશો સુધી ફેલાવનારા એચએસએસએ હવે પોતાનો ડાયરો વધાર્યો છે. એચએસએસ અમેરિકા સહિત 39 દેશોમાં પોતાની શાખાઓ ચલાવે છે. મુંબઈમાં આરએસએસના વિદેશી વિંગના કોર્ડિનેટર રમેશ સુબ્રહમણ્યમએ જણાવ્યુ કે એચએસએસ બીજા દેશોમાં ચિન્મય અને રામકૃષ્ણ મિશન જેવી અન્ય હિંદુ સાંસ્કૃતિક સંસ્થાઓની સાથે મળીને કામ કરે છે. રમેશે વર્ષ 1996થી 2004 દરમિયાન મોરેશિયસમાં શાખાઓ સ્થાપિત કરવામાં ખૂબ યોગદાન આપ્યુ હતુ અને હવે તે સેવા મુખ્ય છે. સેવા દ્વારા જ પ્રવાસી ભારતીય આરએસએસની સેવાઓને ફંડ આપે છે. 
 
રમેશે જણાવ્યુ, 'અમે આને બીજા દેશોમાં વર્તમાન રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ નથી કહેતા. તે ભારતમાં વર્તમાન નથી. તેથી અમે રાષ્ટ્રીય શબ્દનો ઉપયોગ નથી કરી શકતા. આપણે તેને હિંદૂ સ્વયંસેવક સંઘ કહે છે. કારણ કે આ વિશ્વભરમાં હિંદુઓને જોડે છે. એચએસએસના કદ વિશે બતાવતા તેમણે કહ્યુ કે આ આરએસએસ સાથે જોડાયેલ વિશ્વ હિન્દુ પરિષદ પણ મોટો છે. 
 
તેમણે જણાવ્યુ કે જે 39 દેશોમાં એચએસએસની શાખાઓ લાગી છે તેમા મધ્ય એશિયાના 5 દેશનો પણ સમાવેશ છે. આ 5 દેશોમાં સાર્વજનિક રૂપે શાખાઓ લગાવવાની મંજુરી નથી. તેથી લોકો ઘરોમાં મળે છે. ફિનલેંડમાં તો ફક્ત એક ઈ શાખા ચાલે ક હ્હે. ત્યા ઈંટરનેટ પર વીડિયો કેમેરા દ્વારા 20થી વધુ દેશોના લોકોને જોડવામાં આવે છે. જેમના વિસ્તારમાં એચએસની શાખા નથી. રમેશે જણાવ્યુ કે હાલ 25 પ્રચારક અને 100થી વધુ વિસ્તારક વિદેશોમાં શાખાઓને ફેલાવવાના કામમાં લાગ્યા છે. 
 
અહી ઉલ્લેખનીય છે કે પ્રચારક સંઘને જીવનદાન આપે છે અને લગ્ન નથી કરતા.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મ્દોઈ 1970ના દસકામાં સંઘના પ્રચારક બન્યા હતા. બીજી બાજુ વિસ્તારક પોતાન જીવનના 2 વર્ષથી ઓછો સમય સંઘને આપે છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ હોય છે. 
 
બીજા દેશમાં આરએસએસના કામકાજ સાથે છેલ્લા 25 વર્ષથી જોડાયેલ સતીષ મોઘે જ્ણાવ્યુ કે ભારતની બહાર સૌથી વધુ શાખાઓ નેપાળમાં છે અને બીજા નંબર પર અમેરિકા છે. તે 146 શાખાઓ છે. તેમણે કહ્યુ, 'અમે અમેરિકાના દરેક સ્ટેટમાં વર્તમાન છે. અમારી શાખાઓ ન્યૂ યોર્ક અને વૉશિંગટન ડીસી જેવા શહેરોમાં પણ છે.' 
 
એવુ કહેવાય છે કે સંઘની પ્રથમ વિદેશી શાખા જહાજ પર લાગી હતી. આરએસએસના એક વરિષ્ઠ સભ્ય રમેશ મહેતાએ જણાવ્યુ, 'સન 1946માં માનિકભાઈ રુગાની અને જગદેશ ચંદ્ર શારદા નામના 2 સ્વયંસેવક મુંબઈથી કેન્યના મોમબાસા જઈ રહ્યા હતા.  બંને એકબીજાને જાણતા નહોતા. તેમાંથી એકે બીજાને જમણા હાથે નમસ્કાર કરત જોઈને ઓળખી લીધો કે તે આરએસએસનો સભ્ય છે. આ બંનેયે જહાજ પર જ સંઘની પ્રથમ શાખા લગાવી. વિદેશી ધરતી પર સંઘની પ્રથમ શાખા મોમબાસામાં લાગી.'
 
વિદેશોમાં મોટાભાગની શાખાઓ અઠવાડિયામાં એકવાર જ લાગે છે. પણ લંડનમાં આ અઠવાડિયામાં બે વાર લાગે છે. લંડનમાં કુલ 84 શાખાઓ છે. ભારતમાં સંઘની ડ્રેસ ખાકી હાફ પેંટ માનવામાં આવે છે. પણ બીજા દેશોમાં તેનુ સ્થાન કાળી પેંટ અને સફેદ શર્ટનો ઉપયોગ હોય છે. દેશની શાખાઓમાં ભારત માતા કી જય ના નારા લાગે છે. પણ બીજા દેશોની શાખાઓમાં વિશ્વ ધર્મની જયના નારા લાગે છે.