શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સુરત. , શુક્રવાર, 1 જુલાઈ 2016 (11:28 IST)

સુરત બિઝનેસમેન મર્ડર કેસ - કઝિન સાથે હતુ અફેયર, પતિની પ્રેમી સાથે મળીને કરી હત્યા

શહેરના પોશ વિસ્તારના સર્જન સોસાયટીમાં આવેલ બંગલામાં સોમવારની રાત્રે એક બિઝનેસમેન દિશીત ઝરીવાલાના મર્ડરનું રહસ્ય પોલીસે ઉકેલી લીધુ છે. પોલીસે આ મામલે દિશીતની પત્ની વેલ્સી સહિત પ્રેમી અને તેના મિત્રને પણ અરેસ્ટ કરી લીધો છે.  વેલ્સીએ પોતાનો ગુન્હો કબૂલ કરી લીધો છે કે તેના જ પ્રેમી (મામાના પુત્ર) પાસેથી આ ખૂન કરાવ્યુ હતુ. પોલીસને વેલ્સી પર એ માટે હતો શક. .. 
- બંગલા સોસાયટીની ખૂબ અંદર હતો તો લૂટેરાઓએ આ બંગલા ને જ લૂટપાટ માટે કેમ પસંદ કર્યુ ? 
- લુટેરાઓએ ફક્ત વેલ્સીના જ ઘરેણા કેમ ઉતાર્યા. જ્યારે કે દિશીતના ગળામાં સોનાની ચેન અને આંગળીમાં સોનાની અંગૂઠી પણ હતી. લુટારાઓએ તેને હાથ પણ ન લગાવ્યો. 
- લુટારૂ જો લૂટપાટના ઈરાદાથી આવ્યા હતા તો ઘરના લોકરમા મુકેલ કિમતી સામાન કેમ ન લૂટ્યો 
- ફક્ત લૂટપાટ જ કરવી હતી તો દિશીતની આટલી નિર્દયતાથી હત્યા કેમ કરવામાં આવી. છાતીમાં આઠ વાર ચાકુ ખૂપાવ્યા પછી ગળુ પણ કાપવામાં આવ્યુ. 
 
વેલ્સી દ્વારા પોલીસને સંભળાવેલ સ્ટોરી 
 
- આ મામલામાં પોલીસે શરૂઆતમાં જ વેલ્સી દ્વારા સંભળાવેલી સ્ટોરી હજમ નહોતી થઈ રહી. 
- વેલ્સીએ પોલીસને જણાવ્યુ કે રાત્રે લગભગ 12 વાગ્યે ડોર બેલ વાગી. દિક્ષીતે દરવાજો ખોલ્યો. 
- સામે બે વ્યક્તિ હતા. જે દિશીતને ધક્કો આપીને ઘરમાં દાખલ થઈ ગયો. બંનેના હાથમાં મોટા ચાકુ હતા. 
- લૂટારુએ મારા ઘરેણા ઉતાર્યા અને મને પુત્રી સાથે બેડરૂમમાં બાથરૂમમાં બંધ કરી દીધી. ત્યારબાદ દિશીતનુ ખૂન કરી નાખ્યુ. 
- મે (વેલ્સી) જેમ તેમ કરીને બાથરૂમની બારીનો કાંચ તોડ્યો અને મદદ માટે બૂમો પાડી. ત્યારે પડોસી આવ્યા અને અમને બાથરૂમમાંથી બહાર કાઢ્યા. 
મામાના પુત્ર સાથે અફેયર હતો 
 
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ વેલ્સી અને દિશીતે લગ્નના લગભગ ત્રણ વર્ષ પહેલા થઈ હતી. તેમની એક પુત્રી પણ છે. પણ વેલ્સીએ તેના સગા મામાના પુત્ર સાથે પણ અનેક વર્ષોથી અફેયર ચાલી રહ્યો હતો.  આને જ કારણે વેલ્સીએ જ દિશીતના રસ્તા પરથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો. 
 
દિશીત ઉંઘમાં હતો ત્યારે તેનુ મર્ડર થયુ 
 
- વેલ્સી દ્વારા પોલીસને સંભળાવવામાં આવેલ સ્ટોરી ખોટી હતી. 
- વેલ્સી રાત્રે પુત્રી અને દિશીતના સૂવાની રાહ જોઈ રહી હતી. 
- રાત્રે લગભગ બાર વાગ્યે વેલ્સીએ જ દરવાજો ખોલ્યો અને આરોપી બેડરૂમમાં દાખલ થયા. 
- ત્યારબાદ પ્લાન મુજબ વેલ્સીએ ધીરેથી પુત્રીને ઉઠાવી અને બાથરૂમમાં જતી રહી. 
- આરોપીઓએ બાથરૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો અને ત્યારબાદ ઉંઘમાં જ દિશીતનુ મર્ડર કરી એ જ કાર  દ્વારા ફરાર થઈ ગયા હતા. 

ડોગ સ્કવોડ અને એફએસએલની પણ મદદ લેવામાં આવી 
 
- લૂમ કારખાનાના માલિક દિશીતનો ફાયનેંસ અને પ્રોપર્ટીની ડીલિંગનો પણ બિઝનેસ હતો. શહેરમાં તેનુ ખૂબ નામ હતુ. તેથી આ મર્ડર કેસે પોલીસની ઉંઘ ઉડાડી દીધી. 
- આરોપીઓને પકડવા માટે ડૉગ સ્ક્વોડ અને એફએસએલની મદદ પણ લેવામાં આવી હતી. 
- પોલીસ આસપાસના બંગલામાં લાગેલ સીસીટીવી ફુટેજની તપાસ કરી રહી હતી. જેમાં લૂંટારૂઓ જોવા મળ્યા. જો કે તેમનો ચેહરો ક્લીયર નહોતો દેખાતો. 
- લૂટારૂઓ જે ઑટોથી અહી આવ્યા હતા. પોલીસે તેને બુધવારે જ અરેસ્ટ કરી લીધો હતો. ઓટો ચાલકે આરોપીઓનો ચેહરો પોલીસને બતાવી દીધો હતો. ઓટો ચાલકને અરેસ્ટ કરવાની વાત પોલીસે દબાવી રાખી હતી. જેનાથી આરોપી સતર્ક ન થઈ જાય.