શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: પુણે. , મંગળવાર, 29 ડિસેમ્બર 2015 (16:20 IST)

પુણે - નાઈટ શિફ્ટ પછી ઘરે જઈ રહેલ મહિલા સાથે ઈંફોસિસ કેમ્પસમાં રેપ, 2ની ધરપકડ

મહારાષ્ટ્રના પુણેમાં ઈંફોસિસની અંદર મહિલા સાથે રેપનો મંગળવારે એક મામલો સામે આવ્યો. મહિલા નાઈટ શિફ્ટ પુર્ણ કર્યા પછી ઘરે પરત ફરવાની તૈયારી કરી રહી હતી. ત્યારે બે લોકોએ તેની સાથે રેપ કર્યો. એક આરોપીએ તેની ફોટો ખેંચીને સોશિયલ સાઈટ્સ પર નાખવાની ધમકી પણ આપી હતી. 

 
શુ છે મામલો ? 
 
- એવુ કહેવાય રહ્યુ છે કે મહિલા 27 વર્ષની છે અને પરણેલી છે. 
- એ ઈંફોસિસના ફેઝ વન કૈમ્પસની કૈંટીમાં કેશિયર છે. 
- ઘટના 27 ડિસેમ્બરની છે. 
- મહિલા નાઈટ શિફ્ટ ખતમ કરી ચુકી હતી. ઘરે પરત ફરતા પહેલા તે સવારે 7 વાગે વોશરૂમ ગઈ. 
- આરોપ છે કે ત્યારે હાઉસ-કીપિંગ સ્ટાફના બે લોકોએ તેની સાથે રેપ કર્યો. 
- ઘટના પછી મહિલાએ હિમંત કરી મંગળવારે પોલીસમાં ફરિયાદ કરી. 

- બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.