શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :ભોપાલ. , ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2015 (12:27 IST)

Live -મારી માતૃભાષા હિન્દી નહી ગુજરાતી છે .. પણ જો મને હિન્દી ન આવડતુ તો - હિન્દી સંમેલનમાં મોદી

- ભાષાની ભક્તિ એક્સક્લુઝિવ નહી ઈનક્લુઝિવ હોવી જોઈએ. જ્યા સુધી મોબાઈલ ફોન નહોતા.  જ્યા સુધી ફોનમાં ડીરેક્ટરી નહોતી ત્યા સુધી આપણને 10, 20, 50 સુધી ફોન નંબર યાદ રહેતા હતા. ભાષાને લુપ્ત થતા વાર નથી થતી.   ફોન આવ્યા પછી આજે આપણને આપણા ઘરનો નંબર પણ યાદ રહેતો નથી.  ભાષાને લુપ્ત થતા વાર નથી થતી.  
 
- ટેકનોલોજીના જાણકાર કહે છે કે આવનારા સમયમાં ત્રણ ભાષાનો દબદબો રહી જશે અંગેજી ચાઈનીઝ અને હિન્દી. આપણે ભારતીય ભાષાઓને પણ અને હિન્દીને પણ ટેકનોલીજીમાં કેવી રીતે ઉપયોગ કરે. આપણી સ્થાનીક ભાષાઓ અને હિન્દી ભાષઓનો નવો સોફ્ટવેર તૈયાર કરવામાં આવશે. કોઈએ વિચાર્યુ નહી હોય કે ભાષા એક મોટુ બજાર પણ બની શકે છે. તેમા હિન્દી ભાષાનુ મહત્વ રહેવાનુ છે.  આપણે જેટલુ આપણી રચનાઓને આપણા ડીઝીટલ વર્લ્ડનો પ્રયોગ વધારીશુ આપણી તાકત પણ એટલી વધશે. ભાષા અભિવ્યક્તિનું સાધન છે.  આપણે શુ સંદેશ આપવા માંગીએ છીએ. આપણી ભાવનાઓને શબ્દ આપે છે. 

- મહાપુરૂષોએ આપણા માટે ઘણું બધુ કર્યુ.  જો ભાષા જ નહી બચે તો આટલુ બધુ સાહિત્ય કેવી રીતે બચશે. ભાષા પ્રત્યે લગાવ ભાષાને સમૃદ્ધ કરવામાં લગાવવુ જોઈએ. ભાષા બંધ રૂમમાં રહી જાય એવુ ન હોવુ જોઈએ.  

 આપણા હિન્દી ફિલ્મોએ હિન્દી ફિલ્મો દ્વારા દેશમાં જ નહી સમગ્ર દુનિયાને હિન્દી ભાષાને પહોંચાડવાનુ કામ કાર્યુ છે. દેશમાં 6000 ભાષાઓ છે. 21મી સદીનો અંત આવતા આવતા આ 6000 ભાષાઓમાંથી 90 ટકા ભાષાઓ લુપ્ત થવાની શક્યતાઓ બતાવી છે. ટેકનોલોજીનો પ્રભાવ વધતો રહ્યો છે. 21મી સદીનો અંત આવતા આવતા 90 ટકા ભાષાનો લુપ્ત થવાની શક્યતા છે. જો આપણે નહી સમજીએ તો ભાષા માટે આપણી માટે આ આર્ક્યોલોજીનો વિષય રહી જશે.  ભાષાને આપણે કોઈ દિવાલ સુધી સીમિત નથી રાખી શકતા.  ભાષામાં એ તાકત હોવી જોઈએ  
 
- હુ જ્યારે પહેલીવાર ગુજરાતની બહાર નીકળ્યો તો મને હિન્દીનો ઉપયોગ કરવો પડ્યો. તમને ખબર છે કે જ્યારે અમે ગુજરાતી લોકો હિન્દી બોલીએ તો કેવી બોલીએ છીએ. લોકો હસે છે. લોકો મને પૂછતા કે મોદીજી તમે આટલુ સારુ હિન્દી બોલતા કેવી રીતે શીખ્યા.   હુ ચા વેચતા વેચતા હિન્દી શીખ્યો હતો. હુ હિન્દી ચા વેચતા વેચતા શીખ્યો. સ્ટેશન પર યૂપીના દૂધ વેચનારા આવતા હતા. હુ તેમને ચા પીવડાવતો અને તેમની સાથે વાતો કરતો આ રીતે હિન્દી શીખી ગયો.  ભાષ સહજતાથી શીખી શકાય છે.  આત્મવિશ્વાસ ગુમાવવો ન જોઈએ. ગુજરાતનો સ્વભાવ છે કે જો  ગુજરાતી માં તો ઝગડો કરે તો મજા આવતી જ નથી.  જેવો ઝગડો શરૂ થાય કે તેમને હિન્દીમાં ઝગડો કરવાનુ શરૂ કરી દે છે. 
 
- ભાષા જડ નથી હોતી જેમ જેવનમાં ચેતના હોય છે તેવી જ રીતે ભાષામાં પણ ચેતના છે.  એ પત્થરની જેમ જડ નથી હોઈ નથી શકતી. ભાષા જે રીતે હવાની લહેર જે રીતે વહે છે જ્યાથી પસાર થાય ત્યાની ખુશ્બુ લઈને આવે છે.  એ જ રીતે ભાષામાં પણ તાકત હોય છે જે પેઢીમાંથી પસાર થાય તેને પુલકિત કરે છે. જેથી ભાષા ચેતન હોય છે.
 
 - હિન્દી ભાષાનું આદોલન એ લોકોએ ચલાવ્યુ છે જેમની ભાષા હિન્દી નહોતી. સુભાષચંદ્ર બોઝ. રાજગોપાલાચાર્ય હોય. 
- મારી માતૃભાષા હિન્દી નથી મારી માતૃભાષા ગુજરાતી છે. પણ જો મને હિન્દી ન આવડતુ તો હુ લોકો સુધી કેવી રીતે પહોંચતો. હુ લોકોની વાત કેવી રીતે સમજતો 
- જ્યારે એવુ જાણ થાય છે કે કોઈ એક જાતિ કે કોઈ કે છોડની અવશેષ ખૂબ જ ઓછા રહી ગયા છે તો તેઓ તેની પાછળ અરબો ખરબો ખર્ચી નાખે છે. તેવી જ રીતે ભાષાનું છે. 
- જ્યારે લખવાની શોધ નહોતી થઈ ત્યારે જ્ઞાનને સ્મૃતિ દ્વારા આગળની પેઢી સુધી પહોંચાડવામાં આવતી હતી

32 વર્ષ પછી ભારતમાં વિશ્વ હિન્દી સંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ છે. દુનિયાભરમાં હિન્દીના પ્રચાર પ્રસાર માટે થનારા આ સંમેલનનુ ભોપાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્દઘાટન કરશે. 
 
ત્રણ દિવસ સુધી ચાલનારા આ સંમેલનમાં હિન્દીના વિશેષજ્ઞો ઉપરાંત દેશ-વિદેશની અનેક મોટી હસ્તિયો ભાગ લેશે. વિશ્વ હિન્દી સંમેલનની આ વખતની થીમ હિન્દી જગત-વિસ્તાર અને શક્યતાઓ મુકવામાં આવી છે. 
 
તેમા 39 દેશોના પ્રતિનિધ ભાગ લઈ રહ્યા છે. વિશ્વ હિન્દી સંમેલનના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ અને અમિતાભ બચ્ચન ભાગ લેશે.