શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: રાંચી , સોમવાર, 30 નવેમ્બર 2009 (17:51 IST)

આખરે મધુ કોડાની ધરપકડ

અરબો રૂપિયાના મહા કૌભાંડના આરોપી ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. ઝારખંડના ચાઇબાસામાં આજે રાજ્ય વિજિલન્સ વિભાગે મધુ કોડાની ધરપકડ કરી છે. કોડાને ચાઇબાસાથી રાંચી લઇ જવામાં આવશે જ્યાં 4 ડિસેમ્બરે એમને કોર્ટમાં હાજર કરાશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના એન્ફોર્સમેન્ટ વિભાગ અને આવકવેરા વિભાગ મધુ કોડાની પાછળ એક મહિનાથી હાથ ધોઇને પડ્યા છે. આ કેસમાં કોડાના ઘણા સાથીદારોની અટકાયત કરવામાં આવી હતી. પરંતુ કોડાએ વાંરવાર બહાના કાઢીને કે નવા નવા ગતકડાઓ રચીને ધરપકડથી બચવાની કોશિશ કરી હતી. પરંતુ આખરે તેની આજે રાજ્ય વિજિલન્સ વિભાગે ધરપકડ કરી લીધી છે.