શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 12 ડિસેમ્બર 2013 (11:33 IST)

'આપ'ની નજર લોકસભા પર, રાહુલ ગાંધી સામે કુમાર વિશ્વાસ ચૂંટણી લડશે ?

ગુજરાત સમાચાર

P.R
દિલ્હીમાં ચોંકાવનારી સફળતા બાદ આમ આદમી પાર્ટી હવે લોકસભા ચૂંટણીમાં પણ હાથ અજમાવવાનુ મન બનાવી ચુકી છે. અરવિંદ કેજરીવાલે આ સંકેત જંતર મંતર પર 'ઘન્યવાદ' રેલી દરમિયાન આપ્યો. દિલ્હીમાં 28 સીટો મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનુ સંમેલન જંતર મંતર પર આયોજીત કરવામાં આવ્યુ હતુ. તેમા મોટી સંખ્યામાં કાર્યકર્તા એકત્ર થયા હતા. રેલીમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયાએ આ વાતનો પણ ઈશારો કર્યો કે તેમની પાર્ટી લોકસભા ચૂંટણીમાં રાહુલ વિરુદ્ધ કુમાર વિશ્વાસને ઉભા કરી શકે છે.

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે આ આમ આદમીની જીત છે. જનતાએ કોંગ્રેસ અને ભાજપનું અભિમાન તોડ્યુ છે. કેજરીવાલે ભાજપને સવાલ કર્યો કે તેઓ દિલ્હીમાં સૌથી વધુ સીટો જીત્યા હોવા છતા પણ સરકાર કેમ નથી બનાવતા ? તેમણે કહ્યુ કે જો કેન્દ્રમાં ભાજપને બહુમતિ ન મળી તો તેઓ મોદી માટે જોડ-તોડ નહીં કરે ?

સાથે જ કેજરીવાલે કહ્યુ કે તેઓ અન્નાને મળવા રાલેગણ સિધ્ધિ જશે. અને તેઓ ત્યાં અણ્ણાનાં મંચ પર નહી પણ જનતા સાથે બેસસે.

નોંધનીય છે કે રાલેગણ સિધ્ધિમાં અણ્ણા જનલોકપાલ બિલની માંગ સાથે ફરી વાર અનશન પર ઉતર્યા છે.