શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 18 ડિસેમ્બર 2013 (11:07 IST)

'આપ' સરકાર બનાવે કે નહી ? અરવિંદ કેજરીવાલને SMS કરીને બતાવો

P.R

બધી 18 માંગો પર કોંગ્રેસનું સમર્થન મળવા છતા આમ આદમી પાર્ટી દિલ્હીમાં સરકાર બનાવવાથી બચી રહી છે. મંગળવારે પાર્ટીની રાજનીતિક બાબતોની સમિતિ અને ત્યારબાદ ધારાસભ્યોની બેઠકમાં સરકાર બનાવવા અથવા ન બનાવવા પર નિર્ણય થવાનો હતો, પણ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કરી દીધુ કે પાર્ટી કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવવા અથવા ન બનાવવાના આ પ્રશ્નને લઈને લોકોના વિચારો જાણશે અને સોમવારે લોકોના જવાબના આધારે જ કોઈ નિર્ણય લેશે.

કેજરીવાલે લોકોના વિચારો જાણવા માટે દિલ્હીની જનતાના નામે 25 લાખ ચિઠ્ઠિયો લખી છે. આમા તેમના મેસેજ અને તેમના ફોન કોલ દ્વારા તેમના વિચારો જણાવવા માટેનુ કહેવામાં આવ્યુ છે. આ માટે ચિઠ્ઠીમાં એક નંબર 08806110335 પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ફેસબુક અને પાર્ટીની વેબસાઈટ પર જઈને પણ જનતા પોતાના વિચારો જણાવી શકે છે. પોતાના આ પગલાને બીજી પાર્ટીયો દ્વારા નૌટંકી કહેતા કેજરીવાલે જવાબમાં કહ્યુ કે અમે ઈચ્છીએ છીએ કે બીજી પાર્ટીયો પણ આવી નૌટંકી કરે. લોકતંત્રમાં જનતા સર્વોપરિ હોવી જોઈએ. જે પણ પગલા લો તે લોકોને પૂછીને લો. પાર્ટી સામે પ્રશ્ન એ છે કે જે પાર્ટી વિરુદ્ધ ચૂંટણી લડીને જીત્યા તેના જ સમર્થનથી સરકાર કેવી રીતે બનાવીએ.

લોકો માટે લખેલ ચિઠ્ઠીમાં કેજરીવાલે વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદથી અત્યાર સુધીના ઘટનાક્રમની પૂરી વિગત આપી છે. કોંગ્રેસ-બીજેપીને ચિઠ્ઠી લખવા અને આ ચિઠ્ઠીઓ પર આ દળોની પ્રતિક્રિયા વિશેની પણ માહિતી આપી છે. કેજરીવાલે કહ્યુ કે મીડિયામાં કહેવાય રહ્યુ છે કે આપ સરકાર ચલાવી નથી શકતી અને જવાબદારીથી ભાગી રહી છે. આ ખોટુ છે. આપ એ પૂર્ણ જવાબદારીની સાથે ઘોષણાપત્ર બનાવ્યુ છે અને તેને વ્યવસ્થિત લાગૂ કરીને બતાવી શકે છે.