શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

આરએસએસના સંસ્થાપક નાનાજી દેશમુખનું નિધન

જાણીતા સમાજસેવી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘના સંસ્થાપક સભ્યોમાંથી એક શ્રી નાનાજી દેશમુખનું શનિવારે અહીં લાંબી બીમારી બાદ નિધન થયું છે. તે 93 વર્ષના હતાં.

પારિવારિક સૂત્રોના અનુસાર નાનાજીનું નિધન સાંજે એક ખાનગી હોસ્પિટલમાં થયું. નાનાજીના સામાજિક કાર્યોને જોતા તેમને વર્ષ 1999 માં રાજ્યસભા સદસ્ય બનાવવામાં આવ્યાં હતાં. તેની પહેલા તેમને વર્ષ 1977 માં બલરામપુરથી લોકસભા સામે ચૂંટવામાં આવ્યાં હતાં.

સામાજિક કાર્યો ખાસ કરીને ચિત્રકૂટ ક્ષેત્રમાં ભૂ-જળ સંરક્ષણ અને પર્યાવરણના ક્ષેત્રમાં કામ માટે તેમને પદ્મ વિભૂષણથી સન્માનવામાં આવી ચૂક્યાં હતાં.

નાનાજી દેશમુખે વર્ષ 1991 માં ચિત્રકૂટમાં એક વિશ્વવિદ્યાલયની પણ સ્થાપના કરી હતી. તેનું નામ ચિત્રકૂટ ગ્રામોદય વિશ્વવિદ્યાલય રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમણે ચિત્રકૂટ મેં 2 ઇંટર-કૉલેજ, એક આયુર્વેદ મેડિકલ કૉલેજ 'આરોગ્ય ધામ' અને એક રીસર્ચ સેંટર 'પંડિત દીનદયાલ ઉપાધ્યાય શોધ સંસ્થાન' ની પણ સ્થાપના કરી હતી.

ધાર્મિક નગરી ચિત્રકૂટ અને આસ-પાસના ક્ષેત્રના વિકાસનો શ્રેય પૂર્ણ-રૂપેણ નાનાજીને જ આપવામાં આવે છે.