શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: જોઘપુર , સોમવાર, 2 સપ્ટેમ્બર 2013 (14:54 IST)

આસારામ થયા બેનકાબ, પોંટેસી ટેસ્ટ પોઝીટિવ, શિવાની પણ ધરપકડ

P.R


કિશોરી સાથે રેપના આરોપમાં ધરપકડ પામેલા આસારામ બાપૂ પછી હવે પોલીસે તેમના સેવાદાર શિવાની પણ ધરપકડ કરી લીધી છે. બંનેના નિવદ પરસ્પર મેળ ન ખાતા પોલીસે સેવાદારની ધરપકડ કરી છે. પોલીસે આ સંબંધમાં બંનેને સામ સામે બેસાડીને પૂછપરછ કરી. આ સેવાદાર પર પીડિતાને બાપૂની ઝૂંપડી સુધી લઈ જવાનો આરોપ છે.

આ ઉપરાંત પોલીસની એક ટીમ આસારામના છિંદવાડા હોસ્ટલની વોર્ડન શિલ્પીની ધરપકડ કરવા રવાના થઈ ગઈ છે. શિલ્પી પર આરોપ છે કે તેણે પીડિતાને ભૂત પ્રેતની વાત કહીને તેને બાપૂને મળવા માટે મજબૂર કરી હતી. આ વાતની ચોખવટ પછી તેણે જોઘપૂર આવવાની ના પાડી દીધી હતી.

આ અગાઉના પોટેંસી ટેસ્ટમાં પણ આસારામ પોઝિટીવ જોવા મળ્યા છે. પોલીસે તેમના બધા દાવાને રદ્દ કરી દીધા, જેમા તેઓ માનસિક અને અન્ય બીમારીઓથી ગ્રસિત બતાવાયા હતા. આ દરમિયાન આસારામના વકીલે હાઈકોર્ટમાં એફઆઈઆર નોંધાવવાને રદ્દ કરવા માટે અપીલ કરવાની વાત કરી છે. બીજી બાજુ તેમણે જામીન અરજી દાખલ કરવાની હાલ ના પાડી દીધી છે. આસારામનુ કહેવુ છે કે કિશોર બાળાએ તેમના પર ખોટા આરોપો લગાવ્યા છે.

આ પહેલા તેઓ પોતાના મેડિકલ ટેસ્ટમાં સંપૂર્ણ રીતે ફિટ સાબિત થયા. પોલીસની તપસમાં આ વાત પણ સામે આવી છે કે જે આરોપ તેમના પર લગાવાયા છે તેને અંજામ આપવામાં તેઓ સંપૂર્ણ રીતે સક્ષમ છે. જ્યારે કે તેમણે ખુદને નપુંસક બતાવતા કહ્યુ હતુ કે આ અપરાધોને કરવામાં તેઓ સક્ષમ નથી.

રવિવારે એક દિવસની રિમાંડ પર મોકલાયા પછી આસારામનુ મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો, જેમા તેઓ સંપૂર્ણ રીતે ફિટ જોવા મળ્યા. પોલીસે આસારામના પુત્ર દ્વારા તેમને કોઈ માનસિક બીમારી હોવાની વાતને પણ નકારી દીધી છે. પોલીસ મુજબ તપાસમાં આ પ્રકારની કોઈ બીમારીની જાણ થઈ નથી. સોમવારે રિમાંડ પૂર્ણ થતા પોલીસ એકવાર ફરી તેમને કોર્ટમાં રજૂ કરશે.