શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

એશિયામાં ચીનનો વધતો પ્રભાવ ભારત માટે સંકટ ?

P.R
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ એમ.કે. નારાયણન એ કહ્યુ કે એશિયામાં ચીનના વધતા પ્રભાવથી ભારત માટે સંકટ ઉભુ થઈ ગયુ છે.

નારાયણનએ કહ્યુ કે પાકિસ્તાનની સાથે ચીનની વધતી ઘનિષ્ઠતાની સાથે જ એશિયામાં તેના વધતા વર્ચસ્વથી આ ક્ષેત્રમાં ભારતના પ્રભાવ માટે સીધુ સંકટ ઉભુ થઈ ગયુ છે.

તેમણે કહ્યુ કે પાકિસ્તાનની સાથે ચીનની વધતી નિકટતાની સાથે જ એશિયામાં તેના વધતા વર્ચસ્વથી આ ક્ષેત્રમાં ભારતના પ્રભાવ માટે સંકટ ઉભુ થઈ ગયુ છે.

તેમણે અહી કહ્યુ કે પાકિસ્તાન એ ચીનને ગ્વાદરમાં નૌસેના અડ્ડા માટે રજૂઆત કરી છે અને પાકિસ્તાનની સાથે ચીનનો અગાઢ રક્ષા સહયોગ છે. એવુ લાગે છે કે ચીનનો સંબંધ વધારવા પોતાન સંકેત પ્રત્યે ભારતના પડોશીઓ શ્રીલંકા, બાંગ્લાદેશ અને મ્યામાર સાથે અનુકૂળ ઉત્સાહ મળી રહ્યો છે.

તે અહી છઠ્ઠા રાજાજી સ્મારક વ્યાખ્યાનમાં ચીન અને ભારત વિષય પર પોતાના વિચાર જણાવી રહ્યા હતા.

પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નારાયણન એ કહ્યુ કે ચીન હવે પોતાના પશ્ચિમના દેશોમાં વધુ રસ લેવા માંડ્યુ છે. તેમણે કહ્યુ કે તેની પહેલાથી જ ચીન સાથે સારી મૈત્રી છે, જેનાથી સૈન્ય અને પરમાણુ સહયોગ બંનેનો સમાવેશ છે. હવે અફગાનિસ્તાન પણ તેની નજરમાં છે. જ્યા તાંબા અને ખનિજોનો સારો એવો ભંડાર છે.

વિશેષ : ભારતમાં રાજનેતાઓના ગોટાળા, મોંઘવારી, બ્લેકમની, ભ્રષ્ટાચાર અને વિરોધીપક્ષોના નિવેદનોમાં જ સરકાર એટલી ગૂંચવાય જાય છે કે બાહ્ય પરિબળો જેવા કે દુશ્મન પડોશીઓની હલચલો પર ધ્યાન જતા સુધીમાં ઘણુ મોડુ થઈ જાય છે. શુ આપણે આ મુદ્દા પર ગંભીર વિચાર કરવાની જરૂર નથી ? આપના મંતવ્યો અવશ્ય જણાવો