શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી : , શનિવાર, 15 ફેબ્રુઆરી 2014 (11:28 IST)

કેજરીવાલનું રાજીનામુૢ શુ દિલ્હીમાં ફરી રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે

P.R
કેજરીવાલ સરકારે વેલેન્ટાઈન ડેના દિવસે જ ઉપરાજ્યપાલને રાજીનામું આપી દીધું છે અને તે સાથે વિધાનસભા ભંગ કરવાની સાથે ચૂંટણી કરવાની માંગણી કરી છે. તેવી પરિસ્થિતિમાં સવાલ ઉઠી રહ્યો છે કે હવે દિલ્હીને કોણ સંભાળશે ?

અત્યાર સુધીના દિલ્હી વિધાનસભા માટે યોજાયેલી ચૂંટણીઓના ઈતિહાસમાં સર્વપ્રથમ વખત ભાજપે બહુમત સાથે સત્તા સંભાળી હતી. અને ત્યાર બાદ કોંગ્રેસે ત્રણ વખત બહુમત સાથે સત્તા મેળવી હતી. પરંતુ ગત વર્ષે યોજાયેલા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત એવું બન્યું કે કોઈ પણ પાર્ટીને બહુમત ન મળ્યો.

ઉપરાજ્યપાલ પાસે શુ વિકલ્પ છે

ઉપરાજ્યપાલ વિધાનસભા ભંગ કરે, રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે, જે 6 મહિના રહી શકે છે. પરંતુ તે પહેલા પણ વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે.

વિધાનસભા ભંગ કરવાને બદલે સસ્પેન્ડ રાખવામાં આવે અને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે . અને તે દરમ્યાન સરકાર બનાવાની દિશામાં પ્રયાસ કરવામાં આવે.

ભાજપને ફરીથી સરકાર બનાવા માટે આમંત્રણ આપવામાં આવે. ભાજપ જાતે જ સરકાર બનાવાનો દાવો કરે તો તેને સરકાર બનાવા માટે કહી શકાય છે.

નવી સરકાર બને ત્યાં સુધી કેજરીવાલને કામ ચાલુ રાખવાનું કહી શકાય તેમ છે. પરંતુ તેવું કોઈ બંધન રાજ્યપાલ પાસે નથી. આ નિર્ણય સંપૂર્ણ રીતે રાજનીતિક હોય છે. વર્તમાન સ્થિતિને જોઈને લાગતુ નથી કે ઉપરાજ્યપાલ કેજરીવાલને કામચલાઉ સરકારના રૂપમાં પદ ઉપર રાખી શકે. બીજી તરફ કેજરીવાલ પણ મુખ્યમંત્રી પદે રહેવા માંગતા નથી.

બીજી તરફ જનાદેશ કરવાની વાત છે તે સંદર્ભે દિલ્હી વિધાનસભાના પૂર્વ સચિવ એસ.કે શર્માનું કહેવું છેકે ગૃહ મંત્રાલય રાજનીતિક નફો-નુકસાન જોઈને નિર્ણય લેશે.

મનાઈ રહ્યું છેકે લોકસભાની સાથે જ દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાય તો કોંગ્રેસને નુકસાન થઈ શકે છે. જેથી દિલ્હી વિધાનસભાને સસ્પેન્ડ રાખવામાં આવે અને લોકસભા ચૂંટણી સુધી વિધાનસભા ચૂંટણી ટાળવાની નીતિ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે.