શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 13 ઑગસ્ટ 2014 (17:18 IST)

કેજરીવાલમાં પાર્ટી ચલાવવાની ક્ષમતા નથી - શાંતિ ભૂષણ

આમ આદમી પાર્ટીના સંસ્થાપાક સભ્યો પૈકીના એક શાંતિ ભૂષણે કહ્યુ હતુ કે અરવિંદ કેજરીવાલમાં પાર્ટીને આગળ લાવવાની ક્ષમતા નથી. તેમણે કહ્યુ હતુ કે પક્ષને બેઠો રાખવાની જવાબદારી અન્ય નેતાને સોંપી દેવી જોઈએ. 
 
પૂર્વ કાયદા મંત્રી શાંતિ ભૂષણે કહ્યુ હતુ કે અરવિંદ પક્ષને રાષ્ટ્રીય સ્તરે સંભાળી શકવાની સંગઠિત ક્ષમતા નથી. પક્ષમાં આંતરિક લોકતંત્રની ઉણપ છે અને અરવિંદ માત્ર પોતાની જ વાત સાંભળે છે. લોકો પક્ષને સમર્થન આપી રહ્યા હોવાથી તેનુ ભાવિ ઉજળુ છે. અરવિ6દ સારો ચળવળકર્તા છે પણ તેમા ઓર્ગેનાઈઝેશનલ સ્કીલની ઉણપ હોવાનું તેણે ઉમેર્યુ હતુ. 
 
શાંતિ ભૂષણનું આ નિવેદન આમ આદમી પાર્ટી અને ખાસ કરીને અરવિંદ કેજરીવાલ માટે એક મોટો ફટકો છે. ભૂષણ શરૂઆતથી કેજરીવાલની સાથે રહ્યા છે અને તેને પાર્ટીમાં એક મેન્ટરન રૂપમાં જુએ છે. શાંતિનો પુત્ર પ્રશાંત પણ આ પાર્ટીનો  નેતા છે. 
 
ભૂષણે કહ્યુ હતુ કે કેજરીવાલ બુદ્ધિમાન તેજ અને સારો રણનીતિકાર છે પણ તેનામાં સંગઠન બેઠુ કરવાની ક્ષમતા નથી. કેજરીવાલે પાર્ટીને ઉભા કરવાની જવાબદારી કોઈ બીજા નેતાને સોંપી દેવી જોઈએ. 
 
તેમણે ઉમેર્યુ હતુ કે કેજરીવાલે જ આમ આદમી પાર્ટીનો ચહેરો અને મુખ્ય કેમ્પેઈન બનવુ જોઈએ. પાર્ટી જે મૂલ્યો પર બની છે તેને ભૂલવા ન જોઈએ તેમ કહ્યુ હતુ.  
 
ભૂષણના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા અરવિંદર સિંહ લવલીએ કહ્યુ હતુ કે હુ તો ઘણા સમય પહેલાથી જ આ વાત કરવાની યાદ કરાવતોહતો. કેજરીવાલનું નામ જુઠુ બોલવા માટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સામેલ થવુ જોઈએ.