શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

કેજરીવાલે મોદીને ચિઠ્ઠી લખીને પ્રશ્ન પૂછ્યો

P.R

: આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અરવિંદ કેજરીવાલે ગેસ કિમંતોના મુદ્દે બીજેપીના પીએમ કેંડિડેટ્સ નરેન્દ્ર મોદી પર હુમલો બોલ્યો છે. મોદીને એક ચિઠ્ઠી લખીને તેણે કેટલાક સવાલ પૂછવામાં આવ્યા છે અને રિલાયંસ ઈંડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી સાથે સંબંધો પર સફાઈ આપવા કહ્યુ છે. પાર્ટી શનિવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પણ ચિઠ્ઠી મોકલશે.

આ ઉપરાંત મોદીને સંદર્ભીને લખવામાં આવ્યું છેકે તમે હવે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર છો. જેથી આમ આદમી જાણવા માંગે છેકે તમે મુકેશ અંબાણી ક્યા ભાવે ગેસ આપશો.

કેજરીવાલ મોદી સહિત રાહુલ ગાંધીને પણ ગેસ ભાવ મુદ્દે સાણસામાં લેવાની તૈયારી જણાઈ રહ્યાં છે. જેથી તેમણે જાહેર કર્યું છેકે તેઓ શનિવારે રાહુલ ગાંધીને પણ આ પ્રકારનો પત્ર લખશે.

ભાજપ,કોંગ્રેસ અને મુકેશ અંબાણી પર ગેસના ભાવ મુદ્દે નિશાને લેતા કેજરીવાલે કહ્યું કે યુપીએ સરકારના અમુક મંત્રીઓએ મુકેશ અંબાણીને લાભ પહોંચાડવાના હેતુસર કામ કર્યું છે. મોદી પણ મુકેશ અંબાણીને લાભ પહોંચાડવા માટે કામ કરે છે. મોદીની રેલીનો ખર્ચ મુકેશ અંબાણી ઉપાડે છે.

મુકેશ અંબાણી જે વસ્તુ માટે સરકાર પાસે ચાર ડોલર લે છે તેની મૂળ કિંમત 1 ડોલરથી પણ ઓછી છે. આ પ્રકારે તેમને 54000 કરોડ રૂપિયાનો ફાયદો ઉઠાવ્યો છે.