શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|

ગંગા પ્રદુષણ અટકાવવા ચર્ચા

પ્રધાનમંત્રી મનમોહનસિંહ ગંગા નદીને પ્રદુષણ મુક્ત કરવાના ઉપાયો પર ચર્ચા કરવા અંગે મંત્રીમંડળની એક બેઠક બોલાવવાના છે.

ડો. સિંહે આ આશ્વાસન આજે કરોડો દેશવાસીઓની આસ્થાના પ્રતિક સમી મોક્ષ આપનાર ગંગા નદીને પ્રદુષણ મુક્ત કરવા માટે યોગગુરૂ સ્વામી રામદેવના નેતૃત્વમાં મળેલા એક પ્રતિનિધિ મંડળને આપી હતી. પ્રતિનિધ મંડળે ગંગાને રાષ્ટ્રિય ધરોહર જાહેર કરવા તથા રાષ્ટ્રિય નદીની જેમ તેના સંરક્ષણની પણ માંગ કરી હતી. સાથોસાથ નદીને પ્રદુષિત કરનાર દોષિતોને કઠોર દંડ કરવાની પણ માંગ કરી છે.

સ્વામી રામદેવના મીડિયા પ્રભારી એસ.કે તિજારાવાલએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ પ્રતિનિધિ મંડળની રજુઆતોને ધ્યાનથી સાંભળી હતી અને શ્રધ્ધાપૂર્વક કહ્યું હતું કે, ગંગા અમારી માતા છે. તેઓ જલ્દીથી આ અંગે કેબિનેટની બેઠક બોલાવવામાં આવશે અને ચર્ચા કરાશે.ડો. સિંહએ ભરોસો આપ્યો હતો કે, સરકાર ગંગાનું ખોવાયેલું સન્માન પરત અપાવશે અને આ કામ માટે ખર્ચ સામે નહીં જોવાય.

કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી પ્રકાશ જયસ્વાલની ઉપસ્થિતિમાં થયેલી આ મુલાકાતમાં સ્વામી રામદેવ સાથે શાંતિ નિકેતન ગાયત્રી સંત રમેશભાઇ ઓઝા, સંત સમાજના અધ્યક્ષ સ્વામી હંસદાસજી મહારાજ, રાજેન્દ્રદાસ મહંત, ગંગા રક્ષક મંચના રાજેન્દ્ર પંકજ અને તિજારાવાલા સહિત હાજર રહ્યા હતા.