શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

ગડકરીના સૂંપડા સાફ, રાજનાથ બનશે BJPના બિગ બોસ

P.R
વરિષ્ઠ નેતા રાજનાથ સિંહ બીજેપીના નવા અધ્યક્ષ રહેશે. નિતિન ગડકરીના રાજીનામા પછી હવે બીજેપીની કમાન યૂપીના નેતા રાજનાથ સાચવશે. બીજેપી સંસદીય બોર્ડ્ની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. રાજનાથ સિંહ થોડીવારમાં બેજેપી અધ્યક્ષ પદ માટે નામાંકન ભરશે. આ બેઠક પહેલા આજે રાજનાથ સિંહ અડવાણીને મળવા પહોંચ્યા. અડવાણીને મળ્યા બાદ રાજનાથે નિતિન ગડકરી સાથે મુલાકાત કરી અને પછી બંને બીજેપી ઓફિસ પહોંચ્યા. બીજેપી સંસદીય બોર્ડની બેઠકમાં સુષમા સ્વરાજ, લાલકૃષ્ણ અડ્વાણી, અરુણ જેટલી, મુરલી મનોહર જોશી, વૈકૈયા નાયડૂ, પ્રકાશ જાવડેકર, અનંત કુમાર જોડાયા. બેઠકમાં અધ્યક્ષ પદ માટે રાજનાથ સિંહનુ નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યુ. સંદદીય બોર્ડની બેઠક પહેલા રાજનાથ સિંહ સાથે પ્રકાશ જાવડેકર, મનોરંજન કાલિયા, ચંદન મિતા, અનંત કુમારે તેમના ઘરે જઈને મુલાકાત કરી. બીજી બાજુ નીતિન ગડકરી સાથે વસુંધરા રાજે સિંધિયાએ મુલાકાત કરી.

અડવાણીએ યશંવત સિન્હાનું નામ આપ્યુ હતુ

અડવાણીએ યશવંત સિન્હાના નામનો પ્રસ્તાવ કર્યો. પણ ભૈય્યાજી ગડકરી, સિન્હાના નામ પર રાજી નહોતા. ગડકરીએ ખુદ રાજનાથ સિંહના નામનો પ્રસ્તાવ મુક્યો. રાજનાથના નામ પર દિલ્હીમાં જેટલીના ઘરે સુષમા, વૈકૈયા નાયડૂ, અનંત કુમાર અને સંગઠન મંત્રી રામલાલની વચ્ચે પણ સહમતિ બની ગઈ. રામલાલે જ રાજનાથને સંદેશ આપ્યો કે બુધવારે નામાંકન માટે તૈયાર રહે. પૂર્તિ કંપનીના પૂર્વ સંચાલક નિતિન ગડકરી પ આર્થિક અનિયમિતતાઓનો આરોપ લાગ્યો હતો. જેને લઈને પાર્ટીમં જ તેનો વિરોધ શરૂ થઈ ગયો હતો. સૌ પહેલા મહેશ જેઠમલાનીએ તેના વિરુદ્ધ મોરચો ખોલ્યો અને રાષ્ટ્રીય કાર્યકારિણી પદ પરથી રાજીનામુ આપી દીધુ. ત્યારબાદ યશંવત સિન્હા, શત્રુધ્ન સિન્હા, જસવંત સિંહ ત્રણેયે જુદા જુદા ફોરમ પર ગડકરી વિરુદ્ધ નિવેદનો આપ્યા. જેમા સૌથી ઉપર રાજ્યસભા સભ્ય અને વરિષ્ઠ વકીલ રામજેઠમલાણી રહ્યા. જેઠમલાણીને આ વિરોધના કારણે પદ પણ ગુમાવવુ પડ્યુ. રામ જેઠમલાણીએ કહ્યુ કે તેઓ ખૂબ ખુશ છે.