શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: અમદાવાદ. , મંગળવાર, 26 એપ્રિલ 2016 (11:52 IST)

ગુલામ અલી પછી હવે પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનનો વિરોધ

પાકિસ્તાની ગઝલ ગાયક ગુલામ અલીના વિરોધ પછી ગાયક રાહત ફતેહ અલીનો વિરોધ દેશમાં શરૂ થઈ ગયો છે.  અહી શિવસૈનિકોએ 30 એપ્રિલના રોજ થનારા ફતેહ અલી ખાનના કાર્યક્રમનો વિરોધ સોમવારે હંગામો કર્યો. શિવસૈનિકોએ શહેરમાં અનેક સ્થાનો પર રાહત અલીના કાર્યક્રમ સંબંધી લાગેલા હોર્ડિંગોને ફાડી નાખ્યા. 
 
શિવસૈનિકોનુ કહેવુ છેકે એક બાજુ દેશના અનેક રાજ્ય દુકાળની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને પાકિસ્તાની ગાયક ભારતમાં કાર્યક્રમ કરવા આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શિવસેના પહેલા પણ ગઝલ ગાયક ગુલામ અલીનો  જોરદાર વિરોધ કરી ચુકી છે.