શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

ગુવાહાટી છેડતી પ્રકરણનો મુખ્ય આરોપી અમરજ્યોતિ ઝડપાયો

P.R
ગુવાહાટીમાં એક કિશોરીને નિર્વસ્ત્ર કરીને તેની છેડતી કરવાન ઘટનાઓ મુખ્ય આરોપી અમરજ્યોતિ કાલિતા પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. સૂત્રોના જણાવ્યાનુસાર કાલિતાને ભુવનેશ્વર રેલવે સ્ટેશનની બહારથી ઝડપી લેવાયો છે. તંત્રે એ મિંટ બારને પણ બંધ કરાવી દીધું છે કે જેની સામે આ છેડતીનીઘટના બની હતી.

તો વળી, અન્ય ઘટનાક્રમ અંતર્ગત આજે રવિવારે ગુવાહાટીમાં સેંકડો લોકોએ છોકરી સાથે થયેલી આ છેડતીના વિરોધમાં દેખાવો કર્યા હતા. પ્રદર્શનકારીઓએ આરોપીઓને આકરામાં આકરી સજા કરવાની માગણી કરી હતી. આ ઉપરાંત લોકોએ ન્યૂઝ ચેનલ ન્યૂઝ લાઇવ પર પણ પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે.

આ અગાઉ રવિવારે જ પોલીસે અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આ બંને યુવકોનાં નામ નબજ્યોતિ ડેકા અને દિગોંતો બાસુ છે. આ પહેલાં પોલીસે ૪ આરોપીઓની ધરપકડ કરી હતી.