શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મેલબોર્ન , શુક્રવાર, 19 ઑક્ટોબર 2007 (11:33 IST)

ચક દે ને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ

મેલબોર્ન (ભાષા) બોલીવુડમાં ધુમ મચાવનાર ફિલ્મ ચક દે ઇંડિયાને પાંચમા ઓસ્ટ્રેલીયન ઇંડિયન ફિલ ફેસ્ટીવલ (એઆઈએફએફ) માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

ચક દે ઇંડિયાની શુટીંગ મેલબોર્ન અને સીડનીમાં થઈ હતી. લગભગ 90 ઓસ્ટ્રેલીયાઈ હોકી ખેલાડી ેમજ 9 હજાર કરતાં પણ વધું સ્થાનિક કોલોઅ આ ફિલ્મના મુખ્ય આકર્ષણ હતાં. ફિલ્મનું નિર્દેશન શિમિત અમિને કર્યું છે.

વર્ષ 2002 માં ભારતીય મહિલા હોકી ટીમે મૈંનચેસ્ટર રાષ્ટ્રમંડળ રમતોમાં વિજય પ્રાપ્ત કર્યો હતો આ ફિલ્મ તેના પર જ પ્રેરિત છે.

મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગાંધી માય ફાધરમાં અક્ષય ખન્નાને ખુબ જ સારો રોલ કરવા બદલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ ફિલ્મની અંદર અક્ષય ખન્નાએ ગાંધીજીના પુત્ર હરિલાલની જીવંત ભુમિકા નિભાવી છે.

ટોકિયો આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં પણ આ ફિલ્મ પોતાની જોરદાર ઉપસ્થિતિ નોંધાવશે.