શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ગાંધીનગર , ગુરુવાર, 30 એપ્રિલ 2009 (13:28 IST)

ચુંટણી ફેબ્રુઆરીમાં જ થાય-અડવાણી

ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીએ લોકસભા અને વિધાનસભાઓનાં સ્થાયી કાર્યકાળ નક્કી કરવાની માંગ કરી છે. તેની સાથે તેમણે કહ્યું છે કે મતદાન ફરજીયાત બનાવવું જોઈએ, તેમજ ચુંટણી ફેબ્રુઆરી મહિનામાં જ કરાવવી જોઈએ.

81 વર્ષીય અડવાણીએ મતદાન કર્યા બાદ પોતાનો અભિપ્રાય આપતાં જણાવ્યું હતું કે રાજકીય પક્ષો અને ચુંટણી પંચે આ સુચનો અંગે વિચારવું જોઈએ. જેથી લોકસભા અને વિધાનસભાનાં સ્થાયી કાર્યકાળ માટે સંવિધાનમાં પરિવર્તન કરી શકાય.

તેમણે જણાવ્યુ હતું કે આપણી ચુંટણી પદ્ધતિ બ્રિટીશરોનું અનુકરણ કરે છે. જે આપણને અનુકુળ નથી. તેમાં બદલાવ લાવવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે જો કોઈ સરકાર લોકસભામાં બહુમત ગુમાવી દે તો, તે સમગ્ર સંસદભંગ કરવું ન જોઈએ અને, નવી સરકારે પદભાર સંભાળવો જોઈએ.

અડવાણીએ ગરમીમાં મતદાન કરવામાં આવી રહેલી મુશ્કેલીઓ તરફ ધ્યાન દોરીને ચુંટણી ફેબ્રુઆરીમાં કરાવવાની માંગ કરી હતી.