શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 24 ફેબ્રુઆરી 2009 (20:44 IST)

ચૂંટણી જલ્દી જાહેર કરાશે !

ચૂંટણી પંચ આ પખવાડિયામાં જ લોકસભાની આગામી ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરે તેવી સંભાવના છે. સૂત્રોએ કહ્યું છે કે, ચૂંટણી છથી સાત તબક્કામાં યોજાય તેમ માનવામાં આવે છે.

એપ્રિલના ત્રીજા સપ્તાહની આસપાસ ચૂંટણીની કવાયત શરૂ થઈ જશે. ચૂંટણી પંચ ગૃહ સચિવ સાથે ચૂંટણી અંગે અંતિમ વાતચીત કરશે. કમિશન નકસલવાદી હુમલાઓના ભયને ધ્યાનમાં લઈને ડીજીપી સાથે પણ વાતચીત કરશે. ચૂંટણીની તારીખો એક વખતે જાહેર થઈ ગયા બાદ આચારસંહિતા અમલમાં આવી જશે.