શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 12 એપ્રિલ 2013 (13:10 IST)

જેડીયુ જાય તો જાય પણ પીએમ કેંડીડેટ બાબતે બીજેપી નહી ઝુકે !!

P.R
પીએમ પદની ઉમેદવારીને લઈને એનડીએમાં રજૂ ઘમાસાન હવે ચરમ પર પહોંચતુ જોવા મળી રહ્યુ છે. એક બાજુ જ્યા જેડીયુને પીએમ પદ માટે નરેન્દ્ર મોદીની દાવેદારી બિલકુલ પસંદ નથી તો બીજી બાજુ સૂત્રોના મુજબ બીજેપીએ પણ નક્કી કરી લીધુ છે કે આ મુદ્દા પર તે જેડીયૂના દબાણ આગળ નમતુ નહી લે. બીજેપીનુ કહેવુ છે કે જો તેમણે તેમના સૌથી ઝડપી ઘોડાને મેદાનમાં ન ઉતાર્યો તો એનડીએ સત્તા પર નહી આવી શકે. જેડીયૂ ઈચ્છે છે કે પીએમ પદ માટે બીજેપી જલ્દીથી પોતાનુ વલણ સ્પષ્ટ કરે અને ચૂંટણી પહેલા ઉમેદવાનના નામનું એલાન કરે. જ્યારે કે બીજેપીનો પ્રયત્ન હાલ તેનાથી દૂર રહેવાનો છે જેથી એનડીએમાં કોઈ પક્ષ નારાજ થાય નહી.

સૂત્રોના મુજબ જેડીયૂ રાષ્ટ્રીય કાર્યકારીણીની આવતીકાલે દિલ્હીમાં બેઠક થવની છે. અને એવુ માનવામાં આવી રહ્યુ છે ક આ બેઠકમાં જેડીયૂ આ પ્રસ્તાવ પાસ કરી શકે છે કે તે આગામી ચૂંટણીમાં બીજેપીની સાથે ત્યારે જ આવશે જ્યારે બીજેપી પ્રધાનમંત્રી પદ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દે. પણ બીજેપી રાહ જુઓની નીતિ પર કાયમ છે.

બીજેપી નેતા ઉદય પ્રતાપ સિંહે કહ્યુ કે જો બીજેપી પોતાનો સૌથી ઝડપી ઘોડો મેદાનમાં નહી ઉતારે તો એનડીએ સત્તા પર નહી આવે. ઉદય પ્રતાપ સિંહે એવુ પણ કહ્યુ કે જો ઘટક દળ એનડીએની સરકાર જોવા માંગે છે તો તેમણે બીજેપીને પોતાની પસંદના પ્રધાનમંત્રી પદને પીએમ તરીકે જાહેર કરવાની સ્વતંત્રતા આપવી પડશે.