શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 16 ઑગસ્ટ 2013 (13:04 IST)

જો આજે ચુંટણી થાય તો નહી ચાલે મોદીનો જાદુ ? જુઓ વોટર પોલ

P.R
જો આજે ચુંટણી થાય તો પરિણામ શુ હશે ? અમે આનો જવાબ લાવ્યા છીએ. અમે તમને બતાવી રહ્ય અછી કે વિધાનસભાના પાંચ રાજ્યો અને લોકસભાના ચુંટ્ણીના પરિણામો શુ આવી શકે છે.

પહેલા વાત કરીએ લોકસભા ચુંટણીની, એવુ કહેવાય છે કે 2014માં સમય પર જ લોકસભા ચુંટણી થશે. પણ જો આજે (ઓગસ્ટ 2013)માં ચુંટણી થાય તો સંસદની સીટો પર કોનુ રાજ હશે.

સુ પહેલા વાત કરીએ તો યૂપીએને ખૂબ નુકશાન થવાનુ અનુમાન છે. બીજી મહત્વની વાત એ કે નરેન્દ્ર મોદી હોવા છતા એનડીએને વધુ લાભ નહી થાય અને ત્રીજા મોરચાની મુખ્ય સરકાર સામે આવશે. લોકસભામાં અન્ય પાર્ટીઓને 251 સીટો મળી શકે છે.

આંકડા બતાવે છે કે યૂપીએને 137 સીટો મળશે, જ્યારે કે 2009માં યૂપીએને મોટો જનમત મળ્યો હતો અને 259 સીટો મળી હતી. હવે યૂપીએને 122 સીટોનુ ભારે નુકશાન થઈ રહ્યુ છે. એનડીએને હવે 155 સીટો મળશે, જ્યારે કે 2009માં તેમને 159 સીટો મળી હતી. જો કે અહી એ ધ્યાનમાં રાખવુ ખૂબ જરૂરી છે કે હવે એનડીએની સાથે તેમની સૌથી સહયોગી પાર્ટી જનતા દળ (યૂ) હવે તેમની સાથે નથી.

જો વાત કરીએ કોંગ્રેસ અને બીજેપેની તો કોંગ્રેસને નુકશાન થતુ દેખાય રહ્યુ છે અને બીજેપીને થોડો ફાયદો થશે. પોલ મુજબ કોંગ્રેસને 121 સીટો મળશે અને 85 સીટોનુ નુકશાન થશે જ્યારે કે બીજેપીને 130 સીટ મળશે અને તે 14 સીટોનો લાભ મળશે.

ત્રીજા મોરચાની શક્યતા વધુ - પોલનુ પરિણામ કહે છે કે લોકો એક બદલાવ જોવા માંગે છે. તેથી અન્ય સીટોને 251 સીટો મળવાનુ અનુમાન છે. જો આવુ થાય તો સમાજવાદી પાર્ટીના ચીફ મુલાયમ સિંહની મુખ્ય ભૂમિકા હોઈ શકે છે. સપાને લોકસભામાં 34 સીટો મળવાનુ અનુમાન છે તેમને 13 સીટોનો લાભ મળી શકે છે.

મુલાયમ સિંહે એકવાર ફરી કહ્યુ હતુ કે દેશમાં ન તો કોંગ્રેસની સરકાર હશે કે ન તો ભાજપની, ત્રીજા મોરચાંની જ સરકાર બનશે.

ગુજરાતમાં લોકસભા સીટોની વહેંચણી કંઈક આ રીતે થશે કે બીજેપી 21 પર જીત મેળવી શકે છે તો કોંગ્રેસના ભાગે 5 સીટો પર જીતનુ અનુમાન છે.

બિહારમાં બીજેપીથી અલગ થયા બાદ નીતિશ કુમારની જદયૂને નુકશાન થતુ દેખાય રહ્યુ છે, જેમા 10 લોકસભા સીટોનુ નુકશાન થઈ શકે છે.

હવે જોઈએ વિધાનસભા ચુંટણીમાં શુ થશે

દેશના પાંચ મહત્વપૂર્ણ રાજ્યોમાં વિધાનસભા ચુંટણી આ વર્ષના અંતમાં છે. જેમા મધ્યપ્રદેશ, છત્તીસગ્ઢ, દિલ્હી, મિજોરમ અને રાજસ્થાનનો સમાવેશ છે. સી વોટર ઓપિનિયન મુજબ ચુંટણીમાં કોંગ્રેસ વિરોધી લહેર જોવા મળશે.

મધ્યપ્રદેશમાં શિવરાજની હેટ-ટ્રિક

પોલ મુજબ મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણની હેટટ્રિક લાગતી જોવા મળે છે. જો કે તેમને 21 સીટોનુ નુકશાન થશે અને આ 21 સીટો કોગ્રેસના ભાગે જશે,. છતા બીજેપીને 122 સીટો મળવાની શક્યતા છે. કુલ સીટો 230 છે. મતલબ શિવરાજ ફરીથી પુર્ણ બહુમતથી જીતશે.