શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: રાયપુર , મંગળવાર, 6 એપ્રિલ 2010 (14:48 IST)

દંતેવાડામાં નક્સલી હુમલો, 75 જવાન શહીદ

ND
N.D
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં આશરે 1000 નક્સલીઓ દ્વારા ઘાત લગાડીને કરવામાં આવેલા હુમલામાં જિલ્લા પોલિસ સહિત કેન્દ્રિય રિજર્વ પોલીસ ટુકડી (સીઆરપીએફ) ના 75 જવાન શહીદ થઈ ગયાં છે. આઠ અન્ય ઘાયલ થઈ ગયાં છે. મૃતકોમાં એક ઉપકમાંડર અને એક સહાયક કમાંડર શામેલ છે. કેટલાયે જવાનો ગૂમ થઈ ગયાં છે.

પોલીસ પ્રવક્તા અને મહાનિર્દેશક આરકે વિજે જણાવ્યું કે, કેન્દ્રિય રિજર્વ પોલીસ ટુકડીને 80 સભ્યોની 62 મી બટાલિયનને નક્સલીઓએ દંતેવાડા જિલ્લાના મુકરાનાના ગાઢ જંગલોમાં ચિંતલનાર અને ટારમેટલા ગામ વચ્ચે ઘેરી લીધી અને તેના પર ઘાત લગાડીને હુમલો કર્યો. આ હુમલામાં 72 જવાન અને જિલ્લા પોલીસના એક જવાન સહિત 75 સુરક્ષાકર્મી મૃત્યું પામ્યા તથા અન્ય આઠ ઘાયલ થઈ ગયાં છે.

કેન્દ્રિય રિજર્વ પોલીસ ટુકડી, જિલ્લા ટુકડી અને વિશેષ પોલીસ અધિકારીઓના આશરે 240 જવાનોની સંયુક્ત ટુકડી નક્સલ વિરોધી અભિયાનમાં છેલ્લા ત્રણ દિવસથી જંગલમાં હતું. અભિયાન દરમિયાન આજે પોલીસ ટુકડી તારમેટલા ગામના જંગલ નજીક પહોંચી તો નક્સલીઓએ એંટી લૈડ માઈન વ્હીકલમાં સવાસ પોલીસ ટુકડી પર હુમલો કરી દીધો. જેમાં કેન્દ્રિય રિજર્વ પોલીસ ટુકડીના એક સબ ઈંસ્પેક્ટર અને એક આરક્ષક સહિત 75 જવાન શહિદ થઈ ગયાં.

તેમણે જણાવ્યું કે, ઘાયલોને ઘટના સ્થળેથી બહાર કાઢવા માટે પોલીસ વાહન પણ રવાના કરી દેવામાં આવ્યાં હતાં જેને નક્સલીઓએ બારુદી સુરંગમાં વિસ્ફોટ કરીને ફૂંકી નાખ્યું. સમાચાર લખાવા સુધી ક્ષેત્રમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ જારી હતી.

ઘણી મોટી ભૂલ થઈ :
કેન્દ્રિય ગૃહમંત્રી પી. ચિદંબરમે સ્વીકાર કર્યો કે, સરકારની કોઈ મોટી ભૂલના કારણે નક્સલી પોતાના નાપાક ઈરાદાઓમાં સફળ થયાં. તેમણે કહ્યું કે, આ હુમલો પૂરી રીતે પૂર્વ આયોજિત હતો.