શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: રાયબરેલી , બુધવાર, 28 જાન્યુઆરી 2009 (09:51 IST)

દેશમાં બુલેટ ટ્રેન જલ્દી આવશે- લાલુ

જાપાન અને યુરોપ બાદ ભારતમાં પણ બુલેટ ટ્રેન દોડશે. જેના માટે રાયબરેલીનાં કોચ ફેકટ્રી બનાવવામાં આવશે.

રેલ્વે મંત્રી લાલુ યાદવે દેશની ત્રીજી કોચ ફેકટ્રીનું શિલાન્યાસ કર્યુ હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ ફેકટ્રીમાંથી દરવર્ષે 800 ડબ્બા બનશે.

આ ફેકટ્રીનો વિરોધ કરનારાઓને લાલુએ જણાવ્યું હતું કે વિરોધ કરનારાઓને ખબર નથી કે દેશની વસ્તી 100 કરોડને આંબી ગઈ છે. ભાષણ અને વિરોધ કરવાથી રોટલી નહીં મળે. પણ રોજગારી પેદા કરવી પડશે.