શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 22 જૂન 2013 (16:30 IST)

નરેન્દ્ર મોદી જ હશે ભાજપના PM પદના ઉમેદવાર

P.R
ભાજપ નેતા વેંકૈયા નાયડુએ નરેન્‍દ્ર મોદીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવ્‍યા છે. વેંકૈયા નાયડુએ કહ્યુ કે, દેશ અને મીડિયાને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ છે તેની ખબર છે. તેમણે ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીને ચૂંટણી અભિયાન સમિતિના અધ્‍યક્ષ બનાવ્‍યાની ચર્ચા કરતા કહ્યુ કે, યુપીએ શાસનથી કંટાળેલા લોકો ચમત્‍કારીક નેતૃત્‍વ ઇચ્‍છે છે અને પાર્ટી લોકોની ભાવનાઓની કદર કરી રહી છે. આ દરમિયાન નાયડૂએ કોંગ્રેસ પર ભ્રષ્‍ટાચાર, મોંઘવારી જેવા મુખ્‍ય મુદ્દાઓ પરથી ધ્‍યાન હટાવવા માટે સાંપ્રદાયિકતા વિરુદ્ધ બિનસાંપ્રદાયિકતાનો રાગ છેડવાનો આરોપ લગાવ્‍યો છે.

નાયડુએ કહ્યુ કે, ભાજપ આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણીઓમાં કોંગ્રેસની નિષ્‍ફળતા અને પાર્ટી શાસિત રાજ્‍યોની સફળતાને મુખ્‍ય મુદ્દો બનાવશે. વેંકૈયાએ મીડિયા સાથેની વાતચીતમાં સંકેતોમાં સ્‍પષ્‍ટ કરી દીધું કે, પાર્ટી મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવી ચૂકી છે. આ સંદર્ભે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યુ કે, આ વિશે બધાને ખબર છે. આખા દેશ અને સવાલ પૂછનારા મીડિયાને પણ. યુપીએથી કંટાળેલો દેશ ચમત્‍કારીક નેતૃત્‍વ ઇચ્‍છે છે. લોકોની ભાવનાઓ અનુસાર પાર્ટી નિર્ણયો પણ લઇ રહી છે.

તેમજ મોદીને લોકોની માંગ પર જ ગોવામાં ચૂંટણી અભિયાન સમિતિના અધ્‍યક્ષ બનાવાયા હોવાનું તેમણે જણાવ્‍યું હતું. જોકે તેણે આ વાત સાર્વજનિક કરવા પર કહ્યુ કે,પાર્ટી યોગ્‍ય સમયે નિર્ણય કરશે.